ENG vs IND: જો રુટ-જોની બેયરસ્ટોની શાનદાર સદી, ટીમ ઇન્ડિયાની હારના આ 5 કારણો

|

Jul 05, 2022 | 6:35 PM

India vs England test: ઈંગ્લેન્ડે એજબેસ્ટન ટેસ્ટમાં ભારતને હરાવ્યું. આ સાથે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 2-2 થી બરાબર થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં ભારતે પ્રથમ ત્રણ દિવસ ઈંગ્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પરંતુ, છેલ્લા 2 દિવસમાં ઇંગ્લિશ ટીમે જબરદસ્ત પુનરાગમન કર્યું.

ENG vs IND: જો રુટ-જોની બેયરસ્ટોની શાનદાર સદી, ટીમ ઇન્ડિયાની હારના આ 5 કારણો
Joe Root and Jonny Bairstow (PC: England Cricket)

Follow us on

ભારતનું 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું પૂરું થઈ શક્યું નથી. ઈંગ્લેન્ડે એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી પુનઃ નિર્ધારિત ટેસ્ટ મેચમાં ભારતને હરાવીને 5 ટેસ્ટની શ્રેણી 2-2 થી બરાબર કરી હતી. મેચના પાંચમા અને છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ (England Cricket) ને જીતવા માટે 119 રનની જરૂર હતી અને ભારતને 7 વિકેટની જરૂર હતી. પરંતુ જો રૂટ (Joe Root) અને જોની બેયરસ્ટો (Jonny Bairstow) ની જોડીએ ભારતની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું. આ બંનેએ ચોથા દિવસે ઈંગ્લેન્ડની જીતનો પાયો નાખ્યો અને છેલ્લા દિવસે વિજયની ઈમારત ઊભી કરી દીધી.

બંને વચ્ચે ચોથી વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી થઈ હતી અને આ ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ હતું. બંને બેટ્સમેનોએ પોતાની સદી પૂરી કરી હતી. જો કે આ સિવાય પણ આવા ઘણા કારણો હતા જેના કારણે ભારતીય ટીમ ફ્રન્ટ ફૂટ પર હોવા છતાં આ ટેસ્ટમાં હારી ગઈ હતી. આવો જાણીએ ટીમ ઈન્ડિયાની હારના એક પછી એક કારણો.

હારનું પહેલું કારણઃ બુમરાહ સિવાય અન્ય કોઈ બોલર ચાલી શક્યો નહી

એજબેસ્ટન ટેસ્ટ જીતવા માટે ભારતે ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આજ સુધી ઈંગ્લેન્ડમાં કોઈપણ ટીમ આટલા મોટા લક્ષ્યનો પીછો કરીને વિજય હાંસલ કરી શકી નથી. એજબેસ્ટનમાં પણ આ પહેલા 285 પ્લસ સ્કોરનો પીછો કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ માટે રસ્તો આસાન બનવાનો ન હતો. પરંતુ પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરનાર ભારતીય બોલરો બીજી ઇનિંગમાં હાંફળા-ફાંફળા જોવા મળ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુકાની જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સિવાય કોઈ બોલર રમી શક્યો ન હતો. મોહમ્મદ શમીએ 4થી વધુના ઈકોનોમી રેટથી રન લૂંટ્યા. પ્રથમ દાવમાં સૌથી વધુ 4 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ બીજી ઈનિંગમાં સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 6થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. બાકી બોલરોનું પણ એવું જ હતું. આ કારણે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડ પર દબાણ બનાવી શકી ન હતી.

હારનું બીજું કારણઃ હનુમા વિહારીએ બેયરસ્ટોનો કેચ છોડ્યો

પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર જોની બેયરસ્ટોએ બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી હતી. આમાં ટીમ ઈન્ડિયાની પણ ભૂલ હતી. હકિકતમાં જ્યારે બેયરસ્ટોન 14 રન પર રમી રહ્યો હતો ત્યારે બોલ મોહમ્મદ સિરાજના બોલ પર મોટો શોટ મારવા ગયો પણ બોલ બેટની કિનારીને અડી ચોથી સ્લિપ તરફ ગયો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા હનુમા વિહારી કેચને યોગ્ય રીતે જજ કરી શક્યા ન હતો. આ પછી રિષભ પંતના હાથમાંથી બેયરસ્ટોનો મુશ્કેલ કેચ છોડ્યો હતો. ઇંગ્લિશ બેટ્સમેને તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને સદી ફટકારીને ભારતના હાથમાંથી જીત છીનવી લીધી.

હારનું ત્રીજું કારણઃ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર મોટી ઇનિંગ રમી ન શક્યા

એજબેસ્ટન ટેસ્ટમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું હતું કે અમે વિરાટ જેવા મોટા ખેલાડી પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સની આશા રાખીએ છીએ. પરંતુ વિરાટ નિષ્ફળ રહ્યો. તે પ્રથમ ઇનિંગમાં 11 રન અને બીજા ઇનિંગમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. એવું જ શ્રેયસ ઐયર સાથે થયું હતું. તેણે બે ઇનિંગ્સમાં કુલ 34 રન બનાવ્યા. આ જ કારણસર ભારતીય ટીમ બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવી શકી ન હતી અને વિજય સુધી પહોંચ્યા બાદ પણ હારનો સામનો કરવો પડ્યો.

હારનું ચોથું કારણઃ જસપ્રિત બુમરાહની રક્ષણાત્મક કેપ્ટનશીપ

ભારતે ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડમાં કોઈ ટીમ આજ સુધી આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. પરંતુ જો ઈંગ્લેન્ડે કર્યું તો ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહ ક્યાંકને ક્યાંક ભૂલમાં હતો. તેણે ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને એલેક્સ લીસને તાબડતોબ બેટિંગ કરતા જોઈને મેદાનમાં ફિલ્ડીંગ ફેલાવી દીધી. તેનાથી તેને સ્ટ્રાઈક ફેરવવાની તક મળી.

ભારતીય બોલરો સંરક્ષણાત્મક ફિલ્ડિંગને કારણે રિવર્સ સ્વિંગનો લાભ લઈ શક્યા ન હતા અને લીસ-ક્રોલીની જોડીએ પ્રથમ વિકેટ માટે 4 થી વધુની રન રેટથી 107 રનની ભાગીદારી કરી હતી. જો રૂટ અને જોની બેયરસ્ટોને પણ આવું જ કર્યું. બંનેએ રક્ષણાત્મક ફિલ્ડિંગનો પણ ફાયદો ઉઠાવ્યો અને 200થી વધુ રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડની જીતનો માર્ગ તૈયાર કર્યો.

હારનું પાંચમું કારણઃ બીજી ઈનિંગમાં મોટી ભાગીદારીનો અભાવ

ભારતે પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ પર 132 રનની લીડ લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મુખ્ય સીટ પર હતું. પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો એક પછી એક હથિયાર હેઠા મુકી દીધા હતા. પ્રથમ ઇનિંગમાં 400થી વધુ રન બનાવનાર ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત પાસે મોટો સ્કોર બનાવીને ઈંગ્લેન્ડને મેચમાંથી બહાર કરવાનો મોકો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા આમ કરવાનું ચૂકી ગઈ. રિષભ પંત (57) અને ચેતેશ્વર પુજારા (66)ને બાદ કરતાં ઘણા બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. ભારત માટે સૌથી મોટી ભાગીદારી 78 રનની હતી. આ કારણે ભારતીય ટીમ ઈંગ્લેન્ડને 450 રનનો ટાર્ગેટ આપી શકી ન હતી.

Next Article