IND vs ENG: ઓવલ ટેસ્ટમાં મેદાનમાં ઘુસી બોલીંગ કરનારા જાર્વોને જેલમાં મોકલાયો, પોલીસે કરી ધરપકડ

|

Sep 04, 2021 | 8:55 AM

જાર્વો એ એકવાર ફરી થી મેદાનમાં ઘુસી આવ્યો હતો. તેણે ઓવલ (Oval Test) માં ભારત તરફ થી ઉમેશ યાદવના બદલે બોલીંગ કરી બોલ નાંખ્યો હતો. આ રીતે મેદાનમાં તેની આ ત્રીજી ઘુસી આવવાની હરકત છે.

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં મેદાનમાં ઘુસી બોલીંગ કરનારા જાર્વોને જેલમાં મોકલાયો, પોલીસે કરી ધરપકડ
Daniel Jarvo

Follow us on

IND vs ENG:  ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલ ઓવલ ટેસ્ટ (Oval Test) મેચના બીજા દિવસે, મેદાન પર ઘુસી આવેલા ડેનિયલ જાર્વોસ (Daniel Jarvo) ની ધરપકડ કરવામાં આવી છે. જાર્વો તરીકે ઓળખાતી આ વ્યક્તિ શ્રેણીમાં ત્રીજી વખત મેદાનમાં ઉતરી આવી હતી. અગાઉ તે લોર્ડ્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાનમાં ફિલ્ડીંગ કરવા માટે ઘુસી આવ્યો હતો. ત્યારબાદ હેડિંગ્લે ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. જાર્વો હંમેશા ભારતીય ટીમ (Team India) ની જર્સી પહેરીને મેદાનમાં પ્રવેશ કરે છે. લંચ પહેલા બીજા દિવસે તે ભારત માટે બોલિંગ કરવા મેદાનમાં ઘૂસી આવ્યો હતો.

ભારતીય ટીમની જર્સીમાં લોર્ડ્સમાં મેદાન ફીલ્ડીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાર્વિસ જ્યારે ઉમેશ યાદવ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે, બોલીંગ કરતો દોડતો જોવા મળ્યો હતો. તે બીજા છેડે ઉભેલા જોની બેયરસ્ટો સાથે પણ અથડાયો હતો. બાદમાં તેને મેદાનની બહાર નિકાળી દેવામાં આવ્યો હતો. જો કે યોર્કશાયર કાઉન્ટીએ ત્રીજી મેચ બાદ તેના પર આજીવન પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો હતો. જોકે હજુ સુધી ઇસીબીએ કોઈ મજબૂત પગલાં લીધા ન હતા. જો કે, હવે જાર્વો 69 તરીકે ઓળખાતા આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ રીતે કરી એન્ટ્રી

ઇંગ્લેન્ડની ટીમ બીજા દિવસે બેટિંગ કરી રહી હતી. જ્યારે ઉમેશ યાદવ ઇનિંગની 34 મી ઓવર કરી રહ્યો હતો. ત્યારે જાર્વો બોલ સાથે મેદાન પર દોડતો જોવા મળ્યો હતો. ઉમેશ યાદવે તેને જોઇને રોકાઇ ગયો અને પાછળ હટી ગયો હતો. જાર્વો ઝડપથી દોડીને આવ્યો હતો અને બોલ ફેંક્યો હતો. આ દરમિયાન, તે નોન-સ્ટ્રાઈકર છેડે ઉભેલા જોની બેયરસ્ટો સાથે ટકરાયો હતો. બેયરિસ્ટો આ પછી ખૂબ જ ગુસ્સે અને આશ્ચર્યથી જોવા લાગ્યો હતો. આ કારણે ઉમેશની ઓવર પૂરી થવામાં પણ વિલંબ થયો હતો.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

દિગ્ગજોએ ઉઠાવ્યા સુરક્ષા પર સવાલ

સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ તેને શ્રેણીનો એંટરટેનર કહ્યો. જ્યારે હર્ષા ભોગલે જેવા દિગ્ગજોએ તેને જોખમી ગણાવ્યો હતો. બીજી તરફ, લીડ્ઝ ટેસ્ટ મેચ દરમિયાન જાર્વોએ મેદાનમાં પ્રવેશ્યા બાદ ઇરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘જો એક જ વ્યક્તિ મેદાનમાં બે વખત સુરક્ષા કોર્ડન તોડીને ભારતીય ખેલાડીઓ સુધી પહોંચે તો આ દૃશ્ય ડરામણુ છે’. કોવિડ 19 માહમારીમાં ટીમ જ્યારે બાયોબબલમાં રહેતી હોય છે, તો આ પ્રકારના સુરક્ષા ઉલ્લંઘન ખેલાડીઓને પરેશાન કરી શકે છે. આ હરકત બાદ યોર્ક શાયર ક્રિકેટે તેની પર બેન લગાવી દીધો છે.

 

આ પણ વાંચોઃ Tokyo Paralympics : પ્રમોદ ગોલ્ડ મેડલથી એક જ કદમ દૂર, ગોલ્ડ મેડલ મેળવતા જ રચશે ઇતિહાસ

આ પણ વાંચોઃ Virat Kohliનું બેટ ભલે શાંત હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો, ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે તોડ્યા રેકોર્ડ

Next Article