IND vs ENG: ભારતીય ટીમની ત્રણ સપ્તાહની રજાઓ પૂર્ણ, ટીમના ખેલાડીઓ પરત ફરવા સાથે કોરોના ટેસ્ટ કરાશે

|

Jul 15, 2021 | 7:56 AM

ઇંગ્લેન્ડ (England) માં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. આ દરમ્યાન ભારતીય ખેલાડીઓને ઇંગ્લેંન્ડમાં વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે રજાઓ પુરી થતા ખેલાડીઓ બાયોસિક્યોર વાતાવરણ હેઠળ રહેશે.

IND vs ENG: ભારતીય ટીમની ત્રણ સપ્તાહની રજાઓ પૂર્ણ, ટીમના ખેલાડીઓ પરત ફરવા સાથે કોરોના ટેસ્ટ કરાશે
Team India

Follow us on

આજથી ભારતીય ટીમ (Team India) ની રજાઓ પુર્ણ થઇ છે. તમામ ખેલાડીઓ ફરીથી એકઠા થઇને ટેસ્ટ મેચ માટેના આગળના કાર્યક્રમને અનુસરવુ પડશે. ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેંન્ડ પ્રવાસે (England Tour) છે. જ્યાં WTC ફાઇનલ મેચ બાદ તમામ ખેલાડીઓને ત્રણ સપ્તાહની રજાઓ આપવામાં આવી હતી. આ દરમ્યાન હવે ભારતીય ટીમના ખેલાડીઓને, કોરોના વેક્સિન (Corona Vaccine) નો બીજો ડોઝ લગાવાયો છે. ઇંગ્લેંન્ડમાં વધતા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને લઇને BCCI પણ ખેલાડીઓની સુરક્ષાને લઇ સતત ચિંતીત છે.

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન (England vs Pakistan) વચ્ચે આ પહેલા વન ડે શ્રેણી રમાઇ હતી. જે શ્રેણી શરુઆત પહેલા પહેલા જ ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત જણાયો હતો. જેને લઇ ECB એ નવી ટીમ જાહેર કરવાની ફરજ પડી હતી. આમ બીસીસીઆઇ પણ ભારતીય ખેલાડીઓને લઇને સચેત નજર આવી રહ્યુ છે. મીડિયા રિપોર્ટનુ સાર યુનાઇટેડ કિંગડમ ની નેશનલ હેલ્થ સર્વિસ સાથે મળીને ભારતીય ક્રિકેટ ખેલાડીઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ખેલાડીઓએ વેક્સિનનો બીજો ડોઝ 7 અને 9 જૂલાઇએ મેળવ્યો હતો.

ભારતીય ટીમના ખેલાડીઓ એ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે મુંબઇમાં, એકઠા થતા અગાઉ જ વેક્સિન નો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. હવે ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓએ બંને ડોઝ મેળવી લીધા છે. જોકે તેઓ રજાઓ ગાળીને પરત ફરવા પર હવે ફરી થી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલા 10 જૂલાઇએ ખેલાડીઓનો કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતીય સ્ટાર સ્પિનર અશ્વિન હાલમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. ઇંગ્લેંન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરુઆત પહેલા તેનુ ઇંગ્લેંન્ડમાં રમવુ ખૂબ ફાયદાકારક હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. અશ્વિન કાઉન્ટી ક્રિકેટમાં સરે તરફ થી રમી રહ્યો છે. તેની પહેલા ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી કાઉન્ટી ક્રિકેટમાં રમી ચુક્યા છે.

20 જૂલાઇથી પ્રેકટીશ મેચ શરુ

આગામી 4 ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England ) વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થનાર છે. બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. આ પહેલા ભારતીય ટીમ એક પ્રેકટીશ મેચ કાઉન્ટી ટીમ સામે રમશે. જે મેચ 20 જુલાઇથી ડરહમમાં રમાનારી છે. આ ઉપરાંત એક ઇન્ટ્રા સ્ક્વોડ મેચ પણ ભારતીય ટીમ રમશે. આમ હવે ભારતીય ટીમના મોજ મસ્તીના ત્રણ સપ્તાહ પુર્ણ થતા જ ફરી એકવાર બાયોસિક્યોર હેઠળના નિયંત્રણોમાં રહેવુ પડશે. ત્યાર બાદ તૈયારીઓ માટે પરસેવો વહાવવો પડશે.

 

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકા સામે શ્રેણીની શરુઆત પહેલા કેપ્ટન શિખર ધવને દિલ ખોલ્યુ, કહી હ્રદયસ્પર્શી વાતો

Published On - 7:28 am, Thu, 15 July 21

Next Article