IND vs SL: શ્રીલંકા સામે શ્રેણીની શરુઆત પહેલા કેપ્ટન શિખર ધવને દિલ ખોલ્યુ, કહી હ્રદયસ્પર્શી વાતો

વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસે (England Tour) હોવાને લઇને શિખર ધવનને મોટી તક મળી છે. શિખર ધવન સહીત ટીમના ખેલાડીઓ માટે શ્રીલંકા પ્રવાસ અનેક રીતે મહત્વનો બની રહેનારો છે.

IND vs SL: શ્રીલંકા સામે શ્રેણીની શરુઆત પહેલા કેપ્ટન શિખર ધવને દિલ ખોલ્યુ, કહી હ્રદયસ્પર્શી વાતો
Shikhar Dhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 11:26 PM

IND vs SL: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વન ડે શ્રેણીની શરુઆત 18 જૂલાઇ થી શરુ થનાર છે. ભારતીય ટીમ (Team India) શ્રીલંકા સામે મેદાને ઉતરતા અગાઉ તમામ તૈયારીઓ આટોપી લીધી છે. વન ડે અને ટી20 શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ નવા ચહેરાઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ કરવાનો મોકો મળશે. શિખર ધવન (Shikhar Dhawan) માટે પણ આ શ્રેણી ખૂબ મહત્વની બની રહેશે. તે કરીયરમાં પ્રથમ વાર ટીમની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા હાલમાં ઇંગ્લેંન્ડ પ્રવાસે (England Tour) છે. આ દરમ્યાન તેમની ગેરહાજરીને લઇ શિખર ધવનને કેપ્ટનશીપની તક અપાઇ છે. તેના વાઇસ કેપ્ટન તરીકે ઝડપી અને અનુભવી ખેલાડી ભૂવનેશ્વર કુમાર રાખવામાં આવ્યા છે. શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ દરમ્યાન 6 મેચ રમશે. 3 વન ડે મેચ અને 3 ટી20 મેચની એમ બે શ્રેણી રમશે. જે દરમ્યાન અનેક નવા ખેલાડીઓને તેમાં પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે.

ભારતીય ટીમમાં સામેલ નવા અને જૂના તમામ ચહેરાઓ માટે શ્રીલંકા પ્રવાસ મહત્વનો બની રહેશે. ખાસ કરીને ટી20 વિશ્વકપ ટીમમાં સ્થાન મેળવવા ખેલાડીઓને ખુદને સાબિત કરવાનો મોકો છે. તો કેટલાક ખેલાડીઓને ટીમમાં પરત ફરવા માટે પ્રદર્શન કરી દેખાડવાની તક મળશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

એકજૂટતા મહત્વની

શ્રીલંકા પ્રવાસમાં પડકાર જનક ભૂમિકા માટે શિખર ધવન તૈયાર છે. તેણે પોતાની દીશા અને લક્ષ્ય સ્પષ્ટ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટ મુજબ ધવને કહ્યુ, આ મારા માટે એક મોટી ઉપલબ્ધી છે કેસ હું ભારતીય ટીમનો કેપ્ટન છું. એક નેતૃત્વ કર્તાના રુપમાં હું ઇચ્છુ છુ કે સૌ એકજૂટ રહે અને ખૂશ રહે. આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. અમારી પાસે સારી ટીમ, શાનદાર સહયોગી સ્ટાફ છે, અમે પહેલા પણ એક સાથે કામ કર્યુ છે.

યુવાઓના સપના સાકાર થતા જોવાનો આનંદ

પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમમાં 6 નવા ખેલાડીઓને સ્થાન મળ્યુ છે. જેઓએ અત્યાર સુધીમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. તેમના અંગે વાત કરતા ધવને કહ્યુ કે, આ ખેલાડીઓ ખુશ છે. ઇચ્છી રહ્યા છે કે, મોકો મળવા પર રમતનો આનંદ મેળવે. ભારતીય કેપ્ટને કહ્યુ, ટીમમાં યુવાઓને જોઇને અને તેમના સપનાઓને સાકાર થતા જોઇને ખૂશ છું. આ મોટી બાબત છે કે, યુવા પોતાના શહેરો થી કેટલાક સપનાઓ લઇને નિકળ્યા છે. તેમના સપનાઓ પૂરા થઇ રહ્યા છે. અને હવે તેઓએ આ સફરનો આનંદ લેવો જોઇએ કે જેણે તેમને ટીમ ઇન્ડીયામાં સ્થાન અપાવ્યુ.

દ્રાવિડ સાથે ના શિખરના સંબધ

રાહુલ દ્રાવિડ માટે પણ શ્રીલંકા પ્રવાસ એટલો જ મહત્વનો છે, જેટલો ખેલાડીઓ અને ધવન માટે છે. તે સિનીયર ટીમની પ્રથમ વખત જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે તે આ ટીમના ખેલાડીઓ સાથે જૂનિયર અને એ ટીમ દરમ્યાન કામ કરી ચુક્યા છે. દ્રાવિડ અંગે ધવને કહ્યુ, રાહુલ ભાઇ સાથે મારા સારા સંબંધો છે. જ્યારે મે રણજી ટ્રોફીમાં રમવાની શરુઆત કરી હતી, ત્યારે તેમની સામે રમ્યો હતો, ત્યારથી જાણુ છુ.

આગળ કહ્યુ, જ્યારે ભારત એ માટે રમતો હતો, ત્યારે કેપ્ટન હતો અને તેઓ કોચ હતા જેથી વાતચીત થતી રહેતી. જ્યારે તેઓ NCA ના નિર્દેશક થયા તો, અમે લગભગ 20 દિવસ માટે ત્યાં જતા હતા. જેથી ઘણી વાતચીત થતી રહેતી હતી. હવે અમારા બંને વચ્ચે સારા સંબંધો છે. હવે અમને છ મેચ એક સાથે રમવાનો મોકો મળ્યો છે. જેને લઇને ઘણી મઝા આવશે. મને લાગે છે કે, અમે સૌ એક સાથે સારુ પ્રદર્શન કરીશુ.

આ પણ વાંચોઃ Tokyo Olympic 2020: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂનો ઓલિમ્પિક ઉત્સાહ, આકર્ષક નેઇલ આર્ટની તસવીર થઇ વાયરલ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">