IND vs ENG: ભારતે બીજા દિવસની રમતના અંત સુધીમાં બીજા દાવની રમતમાં વિના વિકેટે 43 રન કર્યા, લીડથી હજુ 56 રન ટીમ દુર

|

Sep 03, 2021 | 11:28 PM

ઓવલ ટેસ્ટ (Oval Test)માં ભારતીય ટીમ માટે શાનદાર મોકો ઈંગ્લેન્ડની બેટીંગ ઈનીંગ દરમ્યાન સર્જાયો હતો. પરંતુ તે મોકાને ઝડપી શકાયો નહોતો અને 99 રનની લીડ સહવી પડી હતી.

IND vs ENG: ભારતે બીજા દિવસની રમતના અંત સુધીમાં બીજા દાવની રમતમાં વિના વિકેટે 43 રન કર્યા, લીડથી હજુ 56 રન ટીમ દુર
Rohit Sharma-KL Rahul

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ (Oval Test) ખાતે રમાઈ રહી છે. બીજા દિવસની રમતના અંતે ભારતે બીજા દાવની રમતની શરુઆત સારી કરી હતી. બંને ઓપનરોએ બાઉન્ટ્રી સાથે ઈનીંગ શરુ કરી હતી. ભારતીય ટીમે વિના વિકેટે 43 રન બીજા દિવસની રમતની અંતે કર્યા હતા. ભારત હજુ 56 રન ઈંગ્લેન્ડની લીડથી દુર છે.

 

ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 290 રન પર સમાપ્ત થયો હતો. ઈંગ્લેન્ડે 99 રનની લીડ ભારત પર મેળવી હતી. ભારતીય ટીમને ઓપનરો રોહિત શર્મા અને કેએલ રાહુલ મેદાને આવ્યા હતા. બંનેએ રમતની શરુઆત શાનદાર કરી હતી. રોહિત શર્માએ 56 બોલનો સામનો કરીને 20 રન કર્યા હતા. જ્યારે કેએલ રાહુલે 41 બોલ રમીને 4 ચોગ્ગા સાથે 22 રન કર્યા હતા. બંને ઓપનરો આવતીકાલે ત્રીજા દિવસે રમતને આગળ વધારશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

અગાઉ ઈંગ્લેન્ડે બીજા દિવસની રમતની શરુઆત 3 વિકેટે 53 રનથી બીજા દિવસની રમતની શરુઆત કરી હતી. એક સમયે 62 રનના ઈંગ્લેન્ડના સ્કોર પર જ 5 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પરિસ્થિતીને ઓલી પોપે બદલી દેતી રમત રમી હતી. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. ઓલી પોપે 159 બોલનો સામનો કરીને 81 રન કર્યા હતા.

 

અંતમાં ક્રિસ વોક્સે જબરદસ્ત રમી હતી. તેણે ભારતીય બોલરો પર ફટકા લગાવી મેદાનમાં ચારે તરફ 11 ચોગ્ગા લગાવી ફીફટી કરી હતી. એન્ડરસન 1 રન સાથે અણનમ રહ્યો હતો. વોક્સ ઈનીંગને પોતાની પાસે રાખવાના પ્રયાસમાં રન લેવા જતા રન આઉટ થયો હતો. તેણે 60 બોલમાં 50 રન કર્યા હતા.

ઉમેશ યાદવ સફળ રહ્યો

ઉમેશ યાદવ ભારત તરફથી સફળ બોલર રહ્યો છે તેણે પ્રથમ દિવસે જો રુટની શાનદાર વિકેટ મેળવી હતી. ત્યારબાદ તેણે ઓવર્ટન અને મલાનને પણ આઉટ કરીને 3 વિકેટ મેળવી હતી. જોકે તે ખર્ચાળ બોલરો આજે રહ્યો હતો. જસપ્રિત બુમરાહે 2 વિકેટ મેળવી હતી. તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. શાર્દૂલ ઠાકુર અને મોંહમ્મદ સિરાજે 1-1 વિકેટ મેળવી હતી.

 

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઉમેશ યાદવને 8 મહિના બાદ લાલ બોલથી રમવાનો મોકો મળ્યો, ઈંગ્લેન્ડને પરેશાન કરી દિગ્ગજોની યાદીમાં સામેલ થયો

 

 આ પણ વાંચોઃ Tokyo Paralympics હરવિંદર સિંહે આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો,ભારતને મળ્યો 13મો મેડલ

Published On - 11:28 pm, Fri, 3 September 21

Next Article