AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistanમાં સરકાર બનવાનું શરુ, ઝબીહુલ્લાહ મુજાહિદને બનાવાયા સંસ્કૃતિ અને સૂચના મંત્રી

પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને (Zabihullah Mujahid) સાંસ્કૃતિક અને માહિતી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  મુજાહિદ એ જ છે, જેમણે એક દિવસ પહેલા મીડિયાને સંબોધન કર્યું અને કહ્યું કે તાલિબાન સરકાર કેવી હશે.

Afghanistanમાં સરકાર બનવાનું શરુ, ઝબીહુલ્લાહ મુજાહિદને બનાવાયા સંસ્કૃતિ અને સૂચના મંત્રી
Zabihullah Mujahid
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 4:48 PM
Share

તાલિબાને હવે અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો જમાવતા જ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને (Zabihullah Mujahid) સાંસ્કૃતિક અને માહિતી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  મુજાહિદ એ જ છે, જેમણે એક દિવસ પહેલા મીડિયાને સંબોધન કર્યું અને કહ્યું કે તાલિબાન સરકાર કેવી હશે.

તેમણે ઈસ્લામિક કાયદા હેઠળ મહિલા અધિકારોનું સન્માન કરવા તેમજ વિરોધ કરનારાઓને માફ કરવા અને સુરક્ષિત અફઘાનિસ્તાનની ખાતરીનું વચન આપ્યું છે. આ જાહેરાત વિશ્વના નેતાઓ અને ભયભીત લોકોને બતાવવાનો પ્રયાસ છે કે તાલિબાન બદલાઈ ગયું છે.

આ દરમિયાન તેમણે ઘણા પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. આવું પહેલીવાર બન્યું, જ્યારે મુજાહિદ દુનિયાની સામે આવ્યો. તેઓ દાયકાઓ સુધી પડદા પાછળ કામ કરતા હતા. કેમેરા સામે સીધું બોલવાને બદલે, તે હંમેશા ફોન દ્વારા બોલ્યો છે.  મુજાહિદે મહિલા પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા, જ્યારે તે પહેલીવાર કેમેરા સામે આવ્યા અને કહ્યું કે તે દેશની અંદર કે બહાર કોઈપણ પ્રકારની દુશ્મનાવટ ઈચ્છતા નથી.

પ્રવક્તાને લઈ હેરાન થયા લોકો 

ઝબીહુલ્લાહ મુજાહિદના નિવેદનો સાંભળીને દરેકને આશ્ચર્ય થયું. જે વ્યક્તિ હંમેશા રક્તપાત સંબંધિત નિવેદનો આપતો હતો, તેણે અચાનક શાંતિની વાત શરૂ કરી. આ સિવાય તેમણે આ શાંતિપૂર્ણ વાતો તે ખુરશી પર બેસીને કહી જેના પર અફઘાનિસ્તાન સરકારના મીડિયા અને માહિતી કેન્દ્રના ડિરેક્ટર દાવા ખાન મેનાપાલ (Dawa Khan Menapal) બેસતા હતા. મેનપાલની આ મહિનાની શરૂઆતમાં તાલિબાનના લડાકુઓએ હત્યા કરી હતી. મુજાહિદે તે સમયે હત્યાની જવાબદારી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે મેનપાલ “ખાસ હુમલામાં મર્યો છે.

રવિવારે થયો કાબુલ પર કબ્જો 

અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ તાલિબાને દેશના ગ્રામીણ અને પર્વતીય વિસ્તારો પર કબજો કરવાનું શરૂ કર્યું. પછી તે શહેરો તરફ આગળ વધ્યો અને એક-એક કરીને પ્રાંતીય રાજધાનીઓને પોતાના નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું.

રવિવારે કાબુલ જલાલાબાદ પછી એકમાત્ર મોટું શહેર હતું જે સરકારી નિયંત્રણમાં હતું, પરંતુ તાલિબાન ત્યાં પણ પહોંચ્યા જે બાદ સરકારે તેમની સામે ઘૂંટણ ટેકવ્યું હતું. તે જ દિવસે રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો :  તાલિબાનના ડરથી ભાગી ગયેલા અફઘાન શરણાર્થીઓને જગ્યા નથી આપી રહ્યું ઉઝબેકિસ્તાન, વિઝા આપવાનો ઇનકાર

આ પણ વાંચોAfghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">