Ind vs Eng: હેડિંગ્લે ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ઓપનરો છવાયેલા રહ્યા, 5 વર્ષ બાદ ઓપનરો કરી શક્યા આ કામ

|

Aug 27, 2021 | 8:57 AM

India vs England: ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડને જે પ્રકારની શરૂઆતની જરૂર હતી, તેમની ઓપનીંગ જોડીએ તે શરૂઆત આપી હતી અને સદીની ભાગીદારી રમી દર્શાવી હતી. જેમણે જાણે કે ભારત માટે મુશ્કેલી વધારી દીધી હતી.

Ind vs Eng: હેડિંગ્લે ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ઓપનરો છવાયેલા રહ્યા, 5 વર્ષ બાદ ઓપનરો કરી શક્યા આ કામ
Rory Burns

Follow us on

હેડિંગ્લે મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી, ત્રીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમ ભારે પડી રહી હોય એમ લાગે છે. પહેલા ઈંગ્લેન્ડના બોલરોએ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા. ભારતીય ટીમને માત્ર 78 રનમાં ઓલઆઉટ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી. તે પછી ઇંગ્લેન્ડને મોટા સ્કોરની જરૂર હતી અને આ માટે સારી શરૂઆત કરવી જરૂરી હતી, જે તેને આ મેચમાં મળી. ઇંગ્લેન્ડના રોરી બર્ન્સ (Rory Burns) અને હસીબ હમીદે (Haseeb Hameed) આ મેચમાં ઇંગ્લેન્ડ માટે ઓપનિંગની જવાબદારી લીધી હતી.

જેમાં તે બંને ખેલાડીઓ સફળ રહ્યા હતા. બંનેએ પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધીમાં ભારતને સફળતા ન મળવા દીધી. બંનેએ પ્રથમ વિકેટ માટે શતકીય ભાગીદારી કરી અને આ દરમિયાન એક ઉપલબ્ધી પણ પોતાના નામે કરી લીધી.

બર્ન્સ અને હમીદે પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ દિવસનો અંત 120 રન સાથે કર્યા હતો. મેચના બીજા દિવસે ગુરુવારે આ જોડી તેમના ખાતામાં માત્ર 15 રન જ ઉમેરી શકી હતી. મોહમ્મદ શમીએ બર્ન્સને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. બર્ન્સે 153 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ બે વચ્ચેની આ સદીની ભાગીદારી 2016 બાદ ઇંગ્લેન્ડ માટે પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ 2016 માં તત્કાલીન કેપ્ટન એલિસ્ટર કૂક અને હમીદે ભારત સામે જ પ્રથમ વિકેટ માટે 180 રન જોડ્યા હતા. ઇંગ્લેન્ડે 2016 માં ભારતનો પ્રવાસ કર્યો હતો.

ઓપનીંગમાં કર્યુ હતુ પરિવર્તન

આ મેચમાં ઈંગ્લેન્ડે તેની ઓપનિંગ જોડી બદલી હતી. અગાઉ પ્રથમ બે ટેસ્ટ મેચમાં ડોમ સિબલી ઓપનર રોરી બર્ન્સ સાથે બેટિંગ કરવા આવતો હતો. પરંતુ આ જોડી ઈંગ્લેન્ડને અપેક્ષીત સફળતા અપાવવામાં સફળ રહી ન હતી. છેલ્લી મેચની બીજી ઇનિંગમાં આ બંને બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. આ કારણથી ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે તેની ઓપનિંગ જોડી બદલી નાખી હતી. હમીદ આમ પણ એક ઓપનર બેટ્સમેન છે.

હમીદે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી, તે પણ ઓપનર તરીકે. પરંતુ પાંચ વર્ષ પછી ટીમમાં પરત ફરતા, તે લોર્ડ્સ ટેસ્ટમાં ત્રીજા નંબરે રમ્યો અને નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં તેને બર્ન્સ સાથે ઇનિંગ્સના ઓપનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તે પ્રથમ ઇનિંગમાં જ સફળ રહ્યો હતો.

 

આ પણ વાંચોઃ IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટમાં ભારત પર હારનું સંકટ, ઈંગ્લેન્ડે 423 રન કરી 345 રનની લીડ મેળવી, રુટનું શતક, શામીની 3 વિકેટ

આ પણ વાંચોઃ FootBall: વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી પર 4 બળાત્કાર અને એક જાતીય શોષણનો આરોપ લગાવ્યો, પોલીસે ધરપકડ કરી, ટીમે સસ્પેન્ડ કર્યો

Next Article