IND vs ENG: કોરોના સંક્રમિત ઋષભ પંતે અગાઉ યૂરો મેચ માણી, જય શાહે મેઈલ કરી ભીડથી દૂર રહેવા કહ્યું હતુ

|

Jul 15, 2021 | 4:44 PM

ઋષભ પંત (Rishabh Pant) હાલ ડરહમ નહી જઇ શકે. તે હાલમાં લંડનમાં પોતાના સંબંધીને ત્યાં આઇસોલેશનમાં છે. આ પહેલા BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) ભીડ થી દૂર રહેવા સલાહ આપી હતી. ખાસ કરીને યૂરો અને વિમ્બલ્ડન થી દૂર રહેવા સલાહ આપી હતી.

IND vs ENG: કોરોના સંક્રમિત ઋષભ પંતે અગાઉ યૂરો મેચ માણી, જય શાહે મેઈલ કરી ભીડથી દૂર રહેવા કહ્યું હતુ
Rishabh Pant

Follow us on

ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour) દરમ્યાન ભારતીય ટીમ (Team India)ને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. ટીમનો મહત્વનો ખેલાડી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ને મળેલી ત્રણ સપ્તાહની રજાઓ માણવા દરમ્ચાન કોરોના સંક્રમણ લાગ્યુ હતુ. જેને લઈ તે હાલમાં આઈસોલેશન હેઠળ છે. મીડિયા રિપોર્ટનુસાર ઋષભ પંત લંડનમાં જ પોતાના સંબંધીને ત્યાં આઈસોલેશન હેઠળ છે. તે ગુરુવારે ટીમ સાથે ડરહમ નહીં પહોંચી શકે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

BCCIના સુત્રો દ્વારા ઋષભ પંતે સંક્રમિત હોવાની પુષ્ટી કરી હતી. સાથે જ બતાવ્યુ હતુ કે છેલ્લા 8 દિવસથી તેને આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યો હતો. તેનામાં કોઈ પણ પ્રકારના લક્ષણ જણાઈ આવ્યા નથી. સુત્રો મુજબ ઋષભ પંત ટીમના અન્ય સભ્યોની સાથે ડરહમ નથી પહોંચી રહ્યો. ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની શરુઆત પહેલા ડરહમમાં એક અભ્યાસ મેચ રમવાની છે.

 

જોકે એ વાત હજુ સ્પષ્ટ નથી કે ઋષભ પંત ટીમના બાકીના સભ્યો સાથે ફરીથી ક્યારે જોડાશે. જાણકારી મુજબ ઋષભ પંત કોરોનાના નવા ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત છે. જેના અનેક કેસો યુનાઈટેડ કિંગડમમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન જોવા મળ્યા છે.

 

પંતે યૂરો મેચ માણી હતી

BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) તાજેતરમાં તમામ સભ્યોને એક ઈમેઈલ મોકલ્યો હતો. જેમાં સૌને ભીડ વાળા સ્થળોથી બચવા માટે સલાહ આપવામા આવી હતી. જય શાહે મેઈલ દ્વારા ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટના સભ્યોને વિશેષરુપે UAFA યૂરો 2020 અને વિમ્બિલ્ડન જેવા આયોજનોને લઈ સતર્ક કર્યા હતા. શાહે લખ્યુ હતુ કે ભારતીય ખેલાડીઓ આ મોટી ટૂર્નામેન્ટોમાં જવાથી દૂર રહે.

 

જોકે અન્ય કેટલાક ખેલાડીઓની માફક જ ઋષભ પંત પણ યૂરો 2020ની મેચ માણવા માટે લંડનના વેમ્બલી સ્ટેડિયમ પહોંચ્યો હતો. જોકે એ વાત સ્પષ્ટ નથી કે ઋષભ પંતને યૂરો ટૂર્નામેન્ટમાં જવાથી જ કોરોના સંક્રમિત થયો છે. ભારતીય ખેલાડી પાછલા મહિને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ બાદથી 20 દિવસની રજાઓ પર હતા.

 

અન્ય ખેલાડીઓ સુરક્ષિત

આ દરમ્યાન BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ વાતની પુષ્ટી કરી હતી કે એક ખેલાડી કોરોના સંક્રમિત છે. સાથે જ તેઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે તે ખેલાડી અન્ય કોઈ ખેલાડીના સંપર્કમાં આવ્યો નહોતો. સાથે જ શુકલાએ કહ્યું હતુ કે તે ખેલાડી 8 દિવસથી આઈસોલેશન હેઠળ છે. તે ટીમ સાથે કોઈ હોટલમાં રોકાયો નથી. જેના કારણે  અન્ય કોઈ ખેલાડી સંક્રમિત નથી.

 

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકા સામે શ્રેણીની શરુઆત પહેલા કેપ્ટન શિખર ધવને દિલ ખોલ્યુ, કહી હ્રદયસ્પર્શી વાતો

Next Article