IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી કોરોના સંક્રમિત જણાયો, આઇસોલેશન હેઠળ રખાયો

|

Jul 15, 2021 | 9:19 AM

ઇંગ્લેન્ડ ની ટીમના ખેલાડીઓ કોરોના સંક્રમિત થવા બાદ હવે ભારતીય ટીમ (Team India) નો ખેલાડી કોરોના પોઝિટિવ હોવાની જાણકારી સામે આવી છે. હાલમાં ખેલાડીને આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી કોરોના સંક્રમિત જણાયો, આઇસોલેશન હેઠળ રખાયો
Indian cricket team

Follow us on

ઇંગ્લેન્ડ પ્રવાસે (England Tour) રહેલી ભારતીય ટીમ (Team India) માં કોરોના વાયરસે પ્રવેશ કર્યો હોવાની જાણકારી મીડિયા રીપોર્ટ થી સામે આવી રહી છે. ઇંગ્લેન્ડમાં કોરોના (Corona Virus) સંક્રમણ વધતુ જઇ રહ્યુ છે. આ દરમ્યાન હવે ભારતીય ટીમનો ખેલાડી કોરોના સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે. ભારતીય ક્રિકેટરને હાલમાં આઇસોલેશન હેઠળ રાખવામ આવ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓની ત્રણ સપ્તાહની રજાઓ પૂર્ણ થઇ ચુકી છે. ખેલાડીઓ હવે ડરહમમાં એકઠા થઇ રહ્યા છે.

કોરોના સંક્રમિત ખેલાડી ટીમના અન્ય સભ્યોની માફક ડરહમમાં ટીમના એકઠા થવાના સ્થળે નહી જાય. તે જ્યાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે, ત્યાં જ રોકાણ કરવુ પડશે. કોરોના થી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને ટીમના બાયોસિક્યોરમાં પ્રવેશ મળશે.

હાલમાં કોરોના વાયરસે ઇંગ્લેન્ડમાં માથુ ઉંચક્યુ છે. જેને લઇને આ પહેલા ઇંગ્લેન્ડની ટીમના ત્રણ ખેલાડીઓ અને ચાર સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના સંક્રમીત જણાયા હતા. જેને લઇ પાકિસ્તાન સામેની શ્રેણી માટે ECB એ નવેસર થી ઇંગ્લેંન્ડની ટીમની ઘોષણા કરવી પડી હતી. ઇંગ્લેન્ડમાં કોરોના ના પ્રમાણમાં વધારો થવાને લઇને, ટીમ મેનેજમેન્ટ અને BCCI પણ ખેલા઼ડીઓને લઇ ચિતીત છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગળામાં સમસ્યાની ફરીયાદ બાદ ખ્યાલ આવ્યો

મીડિયા રિપોર્ટનુસાર આ ક્રિકેટરે પહેલા ગળામાં તકલીફ હોવાની ફરીયાદ કરી હતી. જેના બાદ તેની તપાસ કરવામાં આવતા તે કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ હતુ. હાલમાં ખેલાડીને ઇંગ્લેંન્ડમાં તેના સંબંધીને ત્યાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છેે. સાથે જ ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની સાથે સંપર્કમાં આવેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોને ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઇન હેઠળ ખસેડ્યા હતા. જે ક્વોરન્ટાઇન પિરીયડ ખતમ થઇ ચુક્યો છે. જોકે હાલમાં તે તે સભ્યો ડરહમ ખાતે બાયોસિક્યોર કેમ્પ નો હિસ્સો નહી બની શકે. સંક્રમિક ખેલાડી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ડરહમ પહોંચશે.

વેક્સીનનો બીજો ડોઝ લાગી ચુક્યો, કોરોના પરીક્ષણ શરુ

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન તમામ ભારતીય ખેલાડીઓને થોડાક દિવસ પહેલા જ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લાગી ચુક્યો છે. જ્યારે ગત 10 જૂલાઇ થી ભારતીય ખેલાડીઓના કોરોના પરીક્ષણની શરુઆત કરવામાં આવી હતી. જે આગળ હજુ કેટલાક દીવસ માટે જારી રહશે. ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સામે એક અભ્યાસ મેચ રમનાર છે.

આ પણ વાંચોઃ ENGW vs INDW: મહિલા ટીમે પ્રવાસની અંતિમ મેચ હારવા સાથે T20 શ્રેણી ગુમાવી, સ્મૃતિની તોફાની બેટીંગ

Published On - 9:01 am, Thu, 15 July 21

Next Article