IND vs ENG : ચેતેશ્વર પુજારા, રિષભ પંત અને બુમરાહ ટીમ ઇન્ડિયા સામે રમશે, જાણો શું છે સમગ્ર ઘટના

|

Jun 23, 2022 | 9:40 AM

Cricket : ઈંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટ મેચ (Test Match) પહેલા ભારતીય ટીમે (Team India) એક વોર્મ અપ મેચ પણ રમવાની છે. આ મેચ આજથી (23-26 જૂન) ઇંગ્લિશ ક્લબ લિસેસ્ટરશાયર સામે રમાશે.

IND vs ENG : ચેતેશ્વર પુજારા, રિષભ પંત અને બુમરાહ ટીમ ઇન્ડિયા સામે રમશે, જાણો શું છે સમગ્ર ઘટના
Cheteshwar Pujara and Rishabh pant (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વનડે અને માત્ર ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ 1 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) એ એક વોર્મ-અપ મેચ પણ રમવાની છે. આ મેચ ગુરુવાર (23-26 જૂન) દરમિયાન ઇંગ્લિશ ક્લબ લિસેસ્ટરશાયર સામે રમાશે. તમને જણાવી દઈએ કે આ વોર્મ-અપ મેચમાં ચાર ભારતીય ખેલાડીઓ પોતાની ટીમ ઇન્ડિયા સામે મેચ રમવા મેદાન પર ઉતરશે.

ચાર ભારતીય ખેલાડીઓ પોતાની ટીમ સામે રમવા માટે ઉતરશે

આ ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara), રિષભ પંત (Rishabh Pant), જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને પ્રસિદ્ધ કૃષ્ણા છે. ખરેખર આ ચાર ખેલાડીઓ લેસ્ટરશાયર ક્લબ તરફથી રમતા જોવા મળશે. આ ક્લબની કપ્તાની સેમ ઈવાન્સના હાથમાં રહેશે. જ્યારે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ 4 દિવસીય વોર્મ-અપ મેચમાં બંને ટીમોમાંથી 13-13 ખેલાડીઓ રમશે. જેથી બોલરો પર વધુ કામનો બોજ ન રહે.

BCCI અને ECB થી મંજુરી મળી ચુકી છે

લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (LCCC) એ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમે વોર્મ-અપ મેચ માટે ભારતીય ટીમનું સ્વાગત કરીએ છીએ. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારા, રિષભ પંત, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા અમારી ક્લબ તરફથી રમશે. જેની કેપ્ટન્સી ઓપનર સેમ ઈવાન્સ કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્લબે એક નિવેદનમાં કહ્યું, ‘આ ચાર ખેલાડીઓને આ ક્લબમાંથી રમવા માટે ક્લબ, ભારતીય બોર્ડ અને અંગ્રેજી બોર્ડ (BCCI અને ECB) તરફથી સંમતિ મળી છે. આ સાથે મુલાકાતી ભારતીય ટીમના તમામ ખેલાડીઓને વોર્મ-અપ મેચ રમવાની તક મળશે.

વોર્મ-અપ મેચમાં બંને ટીમોઃ

ભારતીય ટીમઃ
રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.

લિસેસ્ટરશાયર ટીમઃ
સેમ ઇવાન્સ (સુકાની), રેહાન અહેમદ, સેમ બેટ્સ (વિકેટકીપર), નેટ બાઉલી, વિલ ડેવિસ, જોય ઇવિસન, લુઇસ કિમ્બર, અબી સ્કંદે, રોમન વોકર, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃિષ્ણા.

Next Article