India vs England: પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન, ચેતેશ્વર પુજારાનો ટીમમાં સમાવેશ

|

May 22, 2022 | 6:38 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ગત વર્ષની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ રમવા માટે ઈંગ્લેન્ડ જવા રવાના થશે, જે 1 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે અને ટીમ ઈન્ડિયા (Team India) પાસે શ્રેણી જીતવાની તક હશે.

India vs England: પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન, ચેતેશ્વર પુજારાનો ટીમમાં સમાવેશ
Cheteshwar Pujara કાઉન્ટી ક્રિકેટમાં હાલમાં જ ફોર્મ દર્શાવી ચુક્યો છે

Follow us on

ઈંગ્લેન્ડમાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતવાના ઈરાદા સાથે આવતા મહિને રવાના થનારી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ પ્રથમ વખત વિદેશી ધરતી પર ટેસ્ટ મેચ રમવા જશે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ પ્રવાસ (India Vs England) પર માત્ર એક જ ટેસ્ટ મેચ રમવાની છે, જે કોરોના વાયરસના રોગચાળાને કારણે ગયા વર્ષની શ્રેણીમાં રમાઈ શકી ન હતી. આ એકમાત્ર ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ટીમમાં પરત ફર્યો છે. તેણે હાલમાં જ કાઉન્ટી ક્રિકેટમાં ફોર્મ દર્શાવ્યુ હતુ.

રવિવાર 22 મેના રોજ, BCCI એ આ ટેસ્ટ અને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ટી20 શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ વિશે તમે અહીં વાંચી શકો છો. જ્યાં સુધી ટેસ્ટ ટીમનો સવાલ છે, અપેક્ષા મુજબ, તેમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. જો કે ઓપનર મયંક અગ્રવાલ બહાર થઈ ગયો છે. ટીમમાં ઓપનિંગ માટે કેપ્ટન રોહિત શર્મા વાઇસ કેપ્ટન કેએલ રાહુલની સાથે છે, જ્યારે શુભમન ગિલ બેકઅપ ઓપનર તરીકે ટીમનો ભાગ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બર્મિંગહામ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

 

પૂજારાને સારા પ્રદર્શન માટે ઈનામ મળ્યું

ટીમમાં ચેતેશ્વર પૂજારાની સૌથી ખાસ વાપસી થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાના ખરાબ ફોર્મ બાદ તેને તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે, તાજેતરમાં તે ઈંગ્લેન્ડમાં હતો, જ્યાં તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપના બીજા ડિવિઝનમાં સસેક્સ માટે રન બનાવ્યા હતા. પૂજારાએ સતત ચાર મેચમાં બે બેવડી સદી અને બે સદી ફટકારીને 700 થી વધુ રન બનાવ્યા હતા. આ માટે તેને ટેસ્ટ ટીમમાં વાપસીના રૂપમાં ઈનામ મળ્યું છે.

ટીમ ઈન્ડિયા માટે સારી તક

આ ટેસ્ટને કારણે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ગયા વર્ષે રમાયેલી આ શ્રેણીની ચાર ટેસ્ટ મેચો બાદ ભારતીય ટીમ 2-1 થી આગળ હતી. છેલ્લી ટેસ્ટ માન્ચેસ્ટરમાં રમાવાની હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં કોરોનાના અનેક કેસ સામે આવ્યા બાદ તેને સ્થગિત કરવી પડી હતી. હવે તે 1 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે. જો ટીમ ઈન્ડિયા અહીં જીતે છે અથવા તો ટેસ્ટ ડ્રો પણ થાય છે, તો તે 15 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતશે.

ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના

 

 

Published On - 6:34 pm, Sun, 22 May 22

Next Article