IND vs ENG: ટીમ ઇન્ડીયા માટે ખરાબ સમાચાર, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાને ઇજા, મેદાનમાં ફિલ્ડીંગ કરવા થી દૂર રહ્યા

|

Sep 05, 2021 | 11:12 PM

રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતની બીજી ઇનીંગમાંજબરદસ્ત બેટીંગ કરી હતી. જે બેટીંગ ઇનીંગ દરમ્યાન બંનેને એ વખતે ઇજા પહોંચી હતી.

IND vs ENG: ટીમ ઇન્ડીયા માટે ખરાબ સમાચાર, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાને ઇજા,  મેદાનમાં ફિલ્ડીંગ કરવા થી દૂર રહ્યા
Rohit Sharma-Cheteshwar Pujara

Follow us on

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ઓવલમાં ચાલી રહેલ ચોથી ટેસ્ટથી ભારત માટે ખરાબ સમાચાર છે. રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સંપૂર્ણ રીતે ફિટ નથી. બંને ખેલાડીઓ જેને લઇ ચોથા દિવસની રમતમાં ફીલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યા નથી. રોહિત શર્માના ડાબા ઘુંટણ અને પુજારાના પગમાં હજુ પણ ઇજાનુ દર્દ છે. આ જ દરમ્યાન બંને મેદાનમાં નહી ઉતરે. BCCI દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ચોથા દિવસની રમત દરમ્યાન ભારતીય ઇનીંગના 466 રન પર સમેટાઇ હતી. એવામાં સૂર્યકુમાર યાદવને ફિલ્ડીંગ માટે ઉતર્યો હતો. ભારતે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો પડકાર રાખ્યો છે. ટીમ ઇન્ડીયાના વિશાળ સ્કોર સુધી પહોંચવામાં રોહિત શર્મા અને પુજારાનુ મહત્વનુ યોગદાન રહ્યુ.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

રોહિત શર્મા એ ભારતની બીજી ઇનીંગમાં શતક લગાવ્યુ હતુ, જ્યારે પુજારા એ ફિફ્ટી લગાવી હતી. બંને એ બીજી વિકેટ માટે 153 રનની ભાગીદારીની રમત નોંધાવી હતી. આ દરમ્યાન રોહિતે ઈંગ્લેન્ડમાં પોતાનુ ટેસ્ટ શતક લગાવ્યુ હતુ તો તે પુજારા એ સીરીઝની બીજી ફીફટી લગાવી હતી. તેમ છતાં બેટિંગ દરમિયાન ફિજિયોની મદદ લેવી પડી હતી. પુજારાને મેદાનમાંજ જમણાં પગની સારવાર કરવી પડી હતી. વળી રોહિત શર્માને કેટલાક ઇંગ્લીશ બોલરોના બોલ પર ઇજા પહોંચી હતી.

BCCI એ શું જાણકારી આપી

બીસીસીઆઇ તરફ થી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા મેદાન પર નહી ઉતરેય રોહિતના ડાબા ઘુંટણમાં સમસ્યા છે. જ્યારે પુજારાના ડાબા પગમાં હજુ પણ ઇજાની પીડા વર્તાઇ રહી છે. બીસીસીઆઇની મેડીકલ ટીમ બંનેનુ ધ્યાન રાખી રહી છે. જોકે ભારતીય બોર્ડે એ નથી બતાવ્યુ કે પાંચમાં દિવસે પણ ફિલ્ડીંગમાં ઉતરશે કે નહી. ભારતીય ટીમના રોહિત અને પુજારા પૂર્ણ રીતે ફીટ નહી થવાના સમાચાર એવા સમયે આવ્યા છે, કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા છે.

 

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઋષભ પંતે કોને કહી દીધુ આવુ કે, ઉંમર અને બાલ બંને ઝડપથી પસાર થઇ રહ્યા છે, વળતો જવાબ કંઇક આવો મળ્યો

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

Next Article