IND VS AUS 4th Test : અમદાવાદ ટેસ્ટ મેચમાં જોવા મળશે ઐતિહાસિક નજારો, PM મોદી ઉછાળી શકે છે ટોસ
અહેવાલો અનુસાર, એવી પણ સંભાવના છે કે, મેચના ટોસ દરમિયાન પીએમ મોદી મેચની બંને ટીમોના કેપ્ટન સાથે મેદાન પર જોવા મળશે. એટલું જ નહીં, તેઓ ટોસ માટેનો સિક્કો પણ ઉછાળી શકે છે.

આજે એટલે કે ગુરુવાર 9 માર્ચથી શરૂ થનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ એટલા માટે પણ ખાસ છે, કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ સ્ટેડિયમમાં મેચની મજા માણતા જોવા મળશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગુરુવારથી 9 માર્ચથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ રમાશે. અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. એક તરફ આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. જ્યારે, મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને શ્રેણી બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયાસ કરશે.
9 માર્ચથી શરૂ થનારી આ મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર રહેશે. નરેન્દ્ર મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ સ્ટેડિયમમાં મેચની મજા માણવા જોવા મળશે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ અવસર માટે સ્ટેડિયમ માટે શાનદાર તૈયારીઓ કરી છે. મળતી માહિતી મુજબ PM મોદી અને એન્થોની અલ્બેનીઝ સવારે જ સ્ટેડિયમ પહોંચે તેવી શક્યતા છે. પીએમ મોદી અને અલ્બેનીઝ મેચની શરૂઆત પહેલા બંને ટીમના ખેલાડીઓને પણ મળશે. બંને પીએમ લગભગ 2 કલાક સુધી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રહે તેવી શક્યતા છે. આ પછી પીએમ મોદી, મોટેરા સ્થિત મોદી સ્ટેડિયમથી ગાંધીનગર રાજભવન જશે, જ્યારે એન્થોની અલ્બેનીઝ બપોરે દિલ્હી જવા રવાના થશે.
પીએમ મોદી ટોસનો સિક્કો ઉછાળી શકે છે
અહેવાલો અનુસાર, એવી પણ સંભાવના છે કે, મેચના ટોસ દરમિયાન પીએમ મોદી મેચની બંને ટીમોના કેપ્ટન સાથે મેદાન પર જોવા મળશે. એટલું જ નહીં, તેઓ ટોસ માટેનો સિક્કો પણ ઉછાળી શકે છે.