Ind vs Aus, 3rd T20 Match Live Streaming: ફાઈનલ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો

|

Sep 25, 2022 | 11:01 AM

IND Vs AUS, 3rd T20 Match Live: ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ ગઈ છે. નાગપુરમાં રમાયેલી બીજી ટી20મેચની વાત કરીએ તો વરસાદના કારણે મેચ 8-8 ઓવરની રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 5 વિકટ પર 90 રન બનાવ્યા હતા.

Ind vs Aus, 3rd T20 Match Live Streaming: ફાઈનલ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો
ફાઇનલ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ મેચ જોઈ શકશો
Image Credit source: Twitter

Follow us on

Ind vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે રમાઈ રહેલી 3 ટી-20 મેચની સિરીઝની છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે. મોહાલી મેચમાં ભારત 4 વિકેટે હારી ગયું હતું. આ પછી રોહિત શર્માની ટીમે નાગપુરમાં જબરદસ્ત વળતો પ્રહાર કર્યો અને મેચ 6 વિકેટથી જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. હવે બંનેની નજર ફાઈનલ મેચ પર છે. આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપના સંદર્ભમાં આ સીરિઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત પાસે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે પોતાની તૈયારીઓને કસોટી કરવાની મોટી તક છે.

બુમરાહ અને હર્ષલ પટેલ પર નજર

ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ ગઈ છે. નાગપુરમાં રમાયેલી બીજી ટી20મેચની વાત કરીએ તો વરસાદના કારણે મેચ 8-8 ઓવરની રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 5 વિકટ પર 90 રન બનાવ્યા હતા. આ લક્ષ્યને ભારતે 4 બોલ પહેલા જ જીત મેળવી લીધી હતી.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી તે જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ ક્યાં રમાશે ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ 25 સપ્ટેમ્બરની રાત્રે 7 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ 6.30 કલાકે થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચનું લાઈવ પ્રસારણ ક્યાં થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચનું લાઈવ પ્રસારણ Star Sports Networkની અલગ અલગ ચેનલ પર કરવામાં આવશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર જોઈ શકાશે. આ સિવાય મેચની દરેક અપટેડની જાણકારી tv9gujarati.com પર જોઈ શકાશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત/દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર/દીપક ચહર.

ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), જોશ ઈંગ્લિસ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, શોન એબોટ/નાથન એલિસ

Next Article