T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરને ઈંજરીની સમસ્યા, વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત

|

Sep 25, 2022 | 9:25 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) ને છેલ્લા કેટલાક મહિનામાં સતત મહત્ત્વના ખેલાડીઓની ઈજાનો સામનો કરવો પડ્યો છે અને હવે દીપક હુડ્ડા (Dipak Hooda) ની ઈજાએ ટીમ મેનેજમેન્ટને નવું ટેન્શન આપ્યું છે.

T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરને ઈંજરીની સમસ્યા, વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત
Deepak Hooda ને પીઠમાં ઈજાની સમસ્યા

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) છેલ્લા કેટલાક અઠવાડિયાથી મેદાન પર સતત પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. આ વર્ષની શરૂઆતમાં જે પ્રકારની સફળતા ટીમને સતત મળી રહી હતી, તે અત્યારે ગાયબ છે. આનાથી ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો ચિંતા વર્તાવા લાગી છે, પરંતુ સૌથી મોટી સમસ્યા ભારતીય ખેલાડીઓની ફિટનેસ બની રહી છે. દરેક શ્રેણી પહેલા અથવા શ્રેણી દરમિયાન, કોઈને કોઈ ખેલાડી નાની કે મોટી ઈજાની ઝપેટમાં આવી રહ્યા છે અને તેમાં એક નવું નામ ઉમેરાયું છે, દીપક હુડા (Deepak Hooda), જે ભારત-ઓસ્ટ્રેલિયા (India Vs Australia) શ્રેણીનો ભાગ છે.

આ ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ બે મેચમાંથી બહાર રહેલા બેટિંગ-ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને છેલ્લી મેચમાં પણ પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. પ્રથમ બે મેચમાં, જ્યાં તે ટીમ કોમ્બિનેશનને કારણે પસંદ થઈ શક્યો ન હતો, ત્યાં હૈદરાબાદમાં ત્રીજી અને છેલ્લી મેચમાં તે ઈજાને કારણે બહાર થઈ ગયો હતો.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

હુડ્ડાને પીઠમાં ઈજા

રવિવાર 25 સપ્ટેમ્બરના રોજ શ્રેણીની નિર્ણાયક મેચમાં ટોસ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હુડ્ડાની ઈજા વિશે માહિતી આપી. પ્લેઈંગ ઈલેવનને વખતે જ આ અંગે BCCIએ હુડ્ડાની ઈજા વિશે માહિતી આપી હતી, દીપક હુડ્ડા પીઠની ઈજાને કારણે ત્રીજી T20 મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

 

હવે હુડ્ડાને આ ઈજા ક્યારે અને કેવી રીતે થઈ તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું ન હતું કે તેની ઈજા કેટલી ગંભીર છે અને તેને સાજા થવામાં વધુ સમય લાગશે કે પછીની શ્રેણી પહેલા સાજો થશે.

દક્ષિણ આફ્રિકા સામે આગામી શ્રેણી

દીપક હુડ્ડાને ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. મિડલ ઓર્ડર બેટ્સમેન હોવા ઉપરાંત પાર્ટ ટાઈમ ઓફ સ્પિનર ​​તરીકે પણ તેનું ઘણું મહત્વ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી ફિટ થઈને પાછો ફરે. આ સીરિઝ બાદ 28 સપ્ટેમ્બરથી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝ પણ છે અને તે પહેલા તેની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય હશે.

ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત

ભારતીય ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી મહત્વના ખેલાડીઓની ઈજાના કારણે સતત મુશ્કેલીમાં છે. દીપક ચહર લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ તાજેતરમાં પરત ફર્યો છે. તે જ સમયે, બે મહિના પહેલા જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા હતા. ત્યારપછી એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજાને ખતરનાક ઈજા પહોંચી, જેના કારણે તેની વર્લ્ડ કપમાં જવાની તક છીનવાઈ ગઈ.

Published On - 8:39 pm, Sun, 25 September 22

Next Article