IND vs AUS: 9.30 કલાકે શરુ થશે મેચ, 8-8 ઓવરની મેચ રમાશે, અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કર્યા બાદ કર્યો નિર્ણય

|

Sep 23, 2022 | 9:02 PM

નાગપુરના VCA સ્ટેડિયમમાં સાંજે 6.30 વાગ્યે ટોસ થનાર હતો, પરંતુ અમ્પાયરોએ મેદાનની સ્થિતી જોઈને તેને મોકૂફ રાખ્યો હતો અને હાલમાં તેઓ મેદાન સૂકાય તેની રાહ જોવામા આવી રહી હતી, હવે 9.15 મિનિટે ટોસ કરાશે

IND vs AUS: 9.30 કલાકે શરુ થશે મેચ, 8-8 ઓવરની મેચ રમાશે, અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કર્યા બાદ કર્યો નિર્ણય
Nagpur stadium ના મેદાનને કોરુ કરવા માટે પ્રાયસ કરાઈ રહ્યો છે

Follow us on

ભારતીય ટીમ (Indian Cricket Team) ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માં બરાબરી કરવા આતુર છે. મોહાલીમાં પ્રથમ મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને નાગપુરમાં સિરીઝની બીજી મેચમાં આ તક છે, પરંતુ તે થશે કે નહીં, તે અત્યારે ટીમ ઈન્ડિયા (Team India) ના હાથમાં નહોતુ. કારણ કે વરસાદને લઈ મેદાન ભીનુ હતુ. નાગપુર (Nagpur Stadium) માં બે-ત્રણ દિવસના વરસાદને કારણે વિદર્ભ ક્રિકેટ એસોસિએશનનું મેદાન એટલું ભીનું થઈ ગયું હતુ કે વરસાદ બંધ થયા પછી પણ તે સંપૂર્ણપણે સુકાયું નહોતુ અને મેચનો ટોસ લગભગ બે કલાક માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ક્રિકેટ ચાહકોને માટે સારા સમાચાર છે કે મેચ 9.30 કલાકે શરુ થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

9.15 વાગે ટોસ ઉછાળવામાં આવનાર છે અને 9.30 વાગે મેચ શરુ થશે. જોકે મેચને નિર્ધારીત 20-20 ઓવરના બદલે 8-8 ઓવરની રમાડવામાં આવશે. એટલે કે નિર્ધારીત ઓવર્સ કરતા 12-12 ઓવર કાપી લેવામાં આવી છેે. જોકે રાહતની વાત એ છે કે, મેચની રાહ જોઈ રહેલા ચાહકોને મેચ જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

 

મેચમાં પાવર પ્લે માત્ર 2 ઓવરનો રહેશે અને 1 બોલર વધુમાં વધુ માત્ર 2 ઓવર જ કરી શકશે. મેચ દરમિયાન ડ્રીંક્સ બ્રેક રહેશે નહીં.

 

 

 

નાગપુરમાં યોજાનારી આ મેચ પર સતત વરસાદની સંભાવના વર્તાઈ રહી હતી અને તે જ જોવા મળ્યું હતું. વરસાદના કારણે બંને ટીમો એક દિવસ પહેલા પ્રેક્ટિસ કરી શકી ન હતી અને હવે એક દિવસ પછી પણ તેની અસર જોવા મળી રહી છે. નાગપુરમાં દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ હતું પરંતુ જમીન સંપૂર્ણપણે સુકાઈ શકી ન હતી. જેના કારણે ટોસ સતત મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ટૉસ સમયસર ના થયો

આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 6.30 વાગ્યે અપડેટ આપ્યું હતું કે ટોસમાં વિલંબ થશે. ટોસ 6.30 વાગ્યે જ થવાનો હતો. બોર્ડે કહ્યું હતુ કે અમ્પાયર 7 વાગે નિરીક્ષણ કરશે અને પછી નિર્ણય લેશે. 7 વાગે ચેકિંગ કર્યા બાદ અમ્પાયરોએ ફરી એક કલાક રાહ જોવાનું નક્કી કર્યું અને હવે 8 વાગે ઈન્સ્પેક્શન કરવામાં આવશે. ત્યાર બાદ 8.45 વાગે અંપાયરો દ્વારા નિરીશ્રણ કરવામાં આવનાર હોવાની જાણકારી આપવામાં આવી હતી. આમ સ્ટેડિયમમાં દર્શકો 6.30 કલાકે ટોસ થવા અને 7 વાગે મેચ શરુ થવાની રાહજોઈ રહ્યા હતા. પરંતુ આખરે 8.45 વાગ્યે થયેલા ઇન્સપેક્શન બાદ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને લાંબા સમયથી જોવાઈ રહેલી રાહનો અંત થઈ રહ્યો છે.

 

 

 

Published On - 8:43 pm, Fri, 23 September 22

Next Article