
ભારત અને અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ વચ્ચે વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચ રમાશે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ ફરી એક વખત ખિતાબ જીતવાને નજીક છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ઈચ્છશે કે, અંડર 19 ક્રિકેટમાં પોતાની છાપ છોડે. જીતનારી ટીમ શુક્રવાર 6 ફેબ્રુઆરીના રોજ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જેમણે પહેલા સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. મહત્વની વાત એ છે કે, ભારતીય ટીમ અત્યારસુધી આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. જ્યારે અફઘાનિસ્તાનને 5 માંથી 4 મેચમાં જીત મેળવી બધાને ચોંકાવી દીધા છે. ત્યારે સેમિફાઈનલ મેચ ખુબ જ રસપ્રદ રહેવાની છે. તો ચાલો આ મેચ તમે ક્યાં અને ક્યારે કેવી રીતે લાઈવ જોઈ શકશો. તેના વિશે જાણીએ.
ભારત અને અફઘાનિસ્તાન આઈસીસી અંડર-19 મેચ બુધવાર 4 ફેબ્રુઆરીના રોજ હરારે સ્પોર્ટસ ક્લબમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર બપોરના 1 કલાકે શરુ થશે. ટોસ સાડા બાર વાગ્યે થશે.
ભારત અને અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ વચ્ચે વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ જોઈ શકશો. તેમજ હિન્દી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોમેન્ટ્રી પણ સાંભળી શકશો.ભારત અને અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ વચ્ચે વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચ જિયોહોસ્ટાર પર પણ જોઈ શકો છો. તેમજ ભારત અને અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ વચ્ચે વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચની દરેક અપટેડ તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર પણ જોઈ શકશો.
ભારત અને અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ વચ્ચે વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમની વાત કરીએ તો. એરોન જૉર્જ, વૈભવ સૂર્યવંશી. આયુષ મ્હાત્રે,વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, કનિષ્ક ચૌહાણ, આરએસ અંબરીશ, ખિલન પટેલ, હેનિલ પટેલ, ઉદ્દૈવ મોહન, હરવંશ પંગાલિયા,મોહમ્મદ એનાન, દીપેશ દેવેન્દ્ર, કિશન કુમાર સિંહ ઈંગ્લેન્ડ ચાર વર્ષ પછી ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા, ટીમ 2022 અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં રમી હતી, જ્યાં તેઓ ભારત સામે હારી ગયા હતા. આ વખતે, તેઓ ફરીથી ફાઇનલમાં ભારતનો સામનો કરી શકે છે.