IND v SA : કેપ્ટનથી લઈને પ્લેઈંગ 11 સુધી… કેવી હશે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયા?

|

Nov 08, 2024 | 4:46 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 8 નવેમ્બરથી 4 મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. પરંતુ તેના એક દિવસ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયો હતો. ડરબનમાં યોજાનારી પ્રથમ મેચમાં તેના રમવાની આશા ઓછી છે. એવામાં કોણ કરશે કપ્તાની? કેવી હશે ભારતની પ્લેઈંગ 11?

IND v SA : કેપ્ટનથી લઈને પ્લેઈંગ 11 સુધી… કેવી હશે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયા?
Team India
Image Credit source: PTI

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 સિરીઝ રમાવાની છે. જેનો આજે શુક્રવાર 8 નવેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમને મોટી ખોટ પડી છે. વાસ્તવમાં ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ગંભીર રીતે ઘાયલ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના હાથ પર ઈજા થઈ હતી, જેના કારણે તે પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે. જો આમ થશે તો કયો ખેલાડી તેનું સ્થાન લેશે?

કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત

સૂર્યા પ્રેક્ટિસ સેશનના છેલ્લા સમયે ઈજાગ્રસ્ત થયો હતો અને પ્રથમ મેચ શરૂ થવામાં માત્ર થોડા કલાકો બાકી છે. આવી સ્થિતિમાં ઈજામાંથી સાજા થવાની આશા ઓછી છે. જો સૂર્યા સમયસર સ્વસ્થ નહીં થાય તો તેની જગ્યા લેવા માટે ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થશે. પ્રથમ ખેલાડી રમણદીપ સિંહ છે અને બીજો વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા છે.

રમનદીપ સિંહને ડેબ્યૂ કરવાની તક

સંજુ સેમસન પહેલાથી જ વિકેટકીપર તરીકે ઉપલબ્ધ છે. તેથી જીતેશ શર્માના રમવાની શક્યતા ઓછી છે. જ્યારે ઓલરાઉન્ડર રમનદીપ સિંહે પ્રથમ IPL અને તાજેતરમાં ઈમર્જિંગ એશિયા કપમાં ઘણો પ્રભાવ પાડ્યો છે. આ સિવાય તે બોલિંગનો વિકલ્પ પણ આપશે. આવી સ્થિતિમાં તેને ડરબનમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જો કે, તેની બેટિંગ સ્થિતિ ક્રમમાં નીચી રહેવાની અપેક્ષા છે, કારણ કે તે માત્ર ફિનિશર તરીકે બેટિંગ કરે છે.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

પંડ્યા કપ્તાની કરશે

સૂર્યકુમાર યાદવની ગેરહાજરી છતાં ભારતીય ટીમને કેપ્ટનશિપની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ મેચ માટે ટીમના સૌથી સિનિયર અને અનુભવી ખેલાડીઓમાંથી એક હાર્દિક પંડ્યા હાજર રહેશે. તેની પાસે IPL અને ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશિપનો અનુભવ પણ છે. તેથી તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં સુકાની તરીકે જોવા મળી શકે છે.

પ્લેઈંગ ઈલેવન કેવી હશે?

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ જોડી તરીકે જોવા મળી શકે છે. બંને બેટ્સમેનોએ તાજેતરના સમયમાં T20માં ઓપનર તરીકે ખૂબ પ્રભાવિત કર્યા છે. સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં તિલક વર્મા ત્રીજા નંબરે અને હાર્દિક પંડ્યા ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. મિડલ ઓર્ડરની જવાબદારી રિંકુ સિંહ અને અક્ષર પટેલને આપવામાં આવી શકે છે, જ્યારે રમનદીપ સિંહ ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે. જ્યારે બોલિંગની કમાન વરુણ ચક્રવર્તી, યશ દયાલ, અર્શદીપ સિંહ અને અવેશ ખાનના હાથમાં હશે.

સંભવિત પ્લેઈંગ 11

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, યશ દયાલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

આ પણ વાંચો: ખાતું ખોલાવ્યા વિના 6 બેટ્સમેન આઉટ, ક્રિકેટમાં ફરી શરમજનક રેકોર્ડનું પુનરાવર્તન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article