IND vs SL: શિખર ધવન શ્રીલંકા સામે મેદાને ઉતરી રચી શકે છે આ રેકોર્ડ, ગાંગુલી રહી જશે પાછળ

|

Jul 17, 2021 | 10:39 PM

નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઝડપથી વન ડે 6 હજાર રન પૂરા કરવાના મામલામાં પ્રથમ નંબર પર છે. કોહલીએ 136 ઈનીંગ રમીને ઉપલબ્ધી મેળવી હતી.

IND vs SL: શિખર ધવન શ્રીલંકા સામે મેદાને ઉતરી રચી શકે છે આ રેકોર્ડ, ગાંગુલી રહી જશે પાછળ
Shikhar Dhawan

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આવતીકાલે બપોરે વન ડે શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. જેને લઈને ભારતીય ટીમ (Team India)ની કેપ્ટનશીપની ભૂમિકામાં મેદાને ઉતરવા માટે શિખર ધવન (Shikhar Dhawan) ઉત્સુક છે. શિખર ધવન આવતીકાલે કેપ્ટન તરીકે ડેબ્યૂ કરવા સાથે વન ડે ક્રિકેટના એક રેકોર્ડને પોતાને નામે કરી શકે છે. તેના આ રેકોર્ડ સાથે તે હવે સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને પાછળ છોડી શકે છે.

 

કેપ્ટન શિખર ધવન વન ડે ક્રિકેટમાં ઓપનર તરીકે મેદાનમાં ઉતરશે. આ દરમ્યાન તે 23 રન બનાવતા જ તે 6 હજાર રન વનડેમાં બનાવી લેશે. ધવન 10મો ભારતીય ક્રિકેટર તરીકે નોંધાશે. ધવન હાલમાં 5,977 વન ડે રન ધરાવે છે. જોકે શિખર ધવન ઝડપથી 6 હજાર રન કરનાર તે બીજો બેટ્સમેન બની શકશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઝડપથી વન ડે 6 હજાર રન પૂરા કરવાના મામલામાં પ્રથમ નંબર પર છે. કોહલીએ 136 ઈનીંગ રમીને ઉપલબ્ધી મેળવી હતી. જે આંકડાને પાર કરવા માટે તેણે 6 વર્ષ અને 83 દિવસ લગાવ્યા હતા. સૌરવ ગાંગુલી આ મામલામાં બીજા સ્થાન પર છે, તેણે 147 ઈનીંગમાં 6 હજાર વન ડે રન બનાવ્યા હતા. જે માટે તેમને 8 વર્ષ 289 દિવસ લાગ્યા હતા.

 

જોકે ધવન 140 ઈનીંગમાં જ 6 હજાર રન કરી શકે છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા 6,000 રન પૂરા કરવા માટે 162 ઈનીંગ લાગી હતી. જ્યારે આ માટે એમએસ ધોની 166 અને સચિન તેંડુલકરે 170 ઈનીંગ રમી હતી. વિશ્વમાં ધવન ઝડપથી 6 હજાર રન નોંધાવનારો ચોથો ખેલાડી બની શકશે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ 123 ઈનીંગમાં જ 6 હજાર રન પૂરા કરી ટોચ પર છે.

 

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વન ડે શ્રેણીની મેચ રમાનારી છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાશે. જે 3 મેચોની શ્રેણી રમાનાર છે. વન ડે અને ટી20 મેચોની શ્રેણી કોલંબોના પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાનાર છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: ધવન અને શો કરશે ઓપનીંગ, 4 સ્પેશિયાલિસ્ટ બોલર, આમ હશે શ્રીલંકા સામે પ્લેઈંગ XI!

Next Article