World Test Championship finalની તારીખ જાહેર, આ મેદાન પર રમાશે ફાઈનલ મેચ

|

Feb 08, 2023 | 3:53 PM

વિશ્વભરના ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તારીખોની રાહ જોઈ રહ્યા છે. આ મોટી મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. ICCએ બુધવારે તારીખોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનના પહેલા સપ્તાહમાં રમાશે.

World Test Championship finalની તારીખ જાહેર, આ મેદાન પર રમાશે ફાઈનલ મેચ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તારીખો જાહેર થઈ
Image Credit source: Twitter

Follow us on

ICCએ World Test Championshipને લઈ મોટી જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસીએ આજે ફાઈનલની તારીખ જાહેર કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ આ વખતે લંડનના ધ ઓવલ મેદાનમાં યોજાશે.ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલ 7 થી 11 જૂન દરમિયાન ઓવલ, લંડન ખાતે રિઝર્વ ડે (12 જૂન) રમાશે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડે સાઉથમ્પટનમાં 2021ની ફાઇનલમાં ભારતને આઠ વિકેટે હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું.

હાલમાં, ઓસ્ટ્રેલિયા 75.56 પોઈન્ટ ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં નંબર વન છે અને તેમની પાસે ક્વોલિફાઈ થવાની સૌથી વધુ તકો છે. આ પછી ભારતનો નંબર આવે છે. જેમના 58.93 પોઈન્ટ છે. નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં બંને ટીમો આમને-સામને થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનો ડેટા ? તો બસ આટલું કરી લો સેટિંગ

ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવાની રેસમાં

આ મેચ 7 જૂનથી ઓવલ મેદાન પર શરૂ થશે. આ સાથે ફાઈનલ માટે પણ એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. મતલબ કે આ મેચ 11 દિવસ સુધી ચાલશે. પરંતુ જો વરસાદની વિક્ષેપ આવે તો આ મેચ 12 જૂને પણ રમાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ફાઇનલમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે. આ વખતે ફાઈનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થઈ શકે છે.તમને જણાવી દઈએ કે, જો ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું હોય તો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે.

આ પણ વાંચો : WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યારે રમાશે? સામે આવી તારીખ જાણો કઈ તારીખે રમાશે

 

 

જો ભારતે ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવ્યું. અથવા જો તે સિરીઝ 3-0થી જીતી લે છે તો તેની ફાઇનલમાં પ્રવેશ નક્કી થશે.બીજી તરફ જો ટીમ ઈન્ડિયા 2-0થી સિરીઝ જીતી લે છે તો તેણે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ- સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. 7 જૂને કઈ ટીમો ફાઇનલમાં રમશે તે જોવાનું છે.

Next Article