પહેલી જ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે, જાણો T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

|

Feb 08, 2023 | 9:50 AM

સાઉથ આફ્રિકામાં યોજાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

પહેલી જ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે, જાણો T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ
મહિલા T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ
Image Credit source: Twitter

Follow us on

વિશ્વભરની મહિલા ટીમો હાલમાં સાઉથ આફ્રિકામાં છે. 10 ફેબ્રુઆરીથી આ બધા વચ્ચે T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની લડાઈ શરૂ થશે. ICC મહિલા T20 વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. 17 દિવસ સુધી કુલ 23 મેચો રમાશે. ટુર્નામેન્ટના ચેમ્પિયનનો નિર્ણય 26 ફેબ્રુઆરીએ થશે. દર વખતની જેમ આ વખતે પણ ભારતીય ટીમને દાવેદાર માનવામાં આવી રહી છે, જે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં પ્રવેશ કરવા જઈ રહી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રુપ Aમાં યજમાન સાઉથ આફ્રિકા સિવાય વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપ રાઉન્ડમાં, દરેક ટીમ તેમના ગ્રુપની બાકીની ટીમો સામે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે

ભારતીય ટીમ છેલ્લા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે પણ તે મોટી દાવેદાર છે. ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરીએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. આ પછી તે 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 18 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ અને 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે રમશે. જો ટીમને આગલા રાઉન્ડમાં જગ્યા બનાવવી હોય તો તેણે પોતાના ગ્રુપમાં ટોપ 2માં સ્થાન મેળવવું પડશે. ભારત છેલ્લી વખતે ખિતાબની નજીક આવવાનું ચૂકી ગયું હતું. આ વખતે તે ખાલી જગ્યા ભરવા માંગશે.

મહિલા T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

10 ફેબ્રુઆરી – સાઉથ આફ્રિકા v/s શ્રીલંકા – રાત્રે – 10.30 કલાકે

11 ફેબ્રુઆરી – વેસ્ટ ઈન્ડિઝ v/s ઈંગ્લેન્ડ – રાત્રે6.30 કલાકે

11 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s ન્યુઝીલેન્ડ – રાત્રે 10.30 કલાકે

12 ફેબ્રુઆરી – ભારત v/s પાકિસ્તાન – રાત્રે6.30 કલાકે

12 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે

13 ફેબ્રુઆરી – આયર્લેન્ડ v/s ઈંગ્લેન્ડ – રાત્રે 6.30 કલાકે

13 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ન્યુઝીલેન્ડ – રાત્રે 10.30 કલાકે

14 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30 કલાકે

15 ફેબ્રુઆરી – ભારત v/s વેસ્ટ ઈન્ડિઝ – રાત્રે6.30 કલાકે

15 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે

16 ફેબ્રુઆરી – શ્રીલંકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 6.30 કલાકે

17 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ – રાત્રે 6.30 કલાકે

17 ફેબ્રુઆરી – વેસ્ટ ઈન્ડિઝ v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે

18 ફેબ્રુઆરી – ભારત v/s ઈંગ્લેન્ડ – રાત્રે 6.30 કલાકે

18 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 10.30 કલાકે

19 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s વેસ્ટ ઈન્ડિઝ – રાત્રે 6.30 કલાકે

19 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે

20 ફેબ્રુઆરી – ભારત v/s આયર્લેન્ડ – રાત્રે 6.30 કલાકે

21 ફેબ્રુઆરી – ઈંગ્લેન્ડ v/s પાકિસ્તાન – રાત્રે 6.30 કલાકે

સાઉથ આફ્રિકા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30

23 ફેબ્રુઆરી – પ્રથમ સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે

24 ફેબ્રુઆરી – બીજી સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે

26 ફેબ્રુઆરી – ફાઇનલ – સાંજે 6.30 કલાકે

Next Article