ICC Women’s ODI Ranking: મિતાલી સાતમા સ્થાને, મંધાના નવમા સ્થાને પહોંચી

|

Apr 05, 2022 | 10:20 PM

આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે કઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું અને લીગ સ્ટેજમાં જ બહાર ફેકાઇ ગયું હતું.

ICC Womens ODI Ranking: મિતાલી સાતમા સ્થાને, મંધાના નવમા સ્થાને પહોંચી
Mithali Raj (PC: File Photo)

Follow us on

ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજ (Mithali Raj) એક સ્થાનના નુકસાન થતાં સાતમા ક્રમે પહોંચી ગઇ છે. જ્યારે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) આઈસીસી મહિલા વન-ડે બેટ્સમેન્સ રેન્કિંગમાં નવમા સ્થાને સરકી ગઈ છે. તાજેતરમાં પૂરા થયેલા મહિલા વર્લ્ડ કપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી મિતાલી રાજના 686 રેટિંગ પોઈન્ટ છે. તે વર્લ્ડ કપમાં 7 મેચમાં 26ની એવરેજથી 182 રન બનાવી શકી હતી. મંધાનાએ વર્લ્ડ કપમાં સાત મેચમાં 46.71 ની એવરેજથી 327 રન બનાવ્યા હતા અને તેના 669 પોઈન્ટ થઈ ગયા છે. ટૂર્નામેન્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 123 રન રહ્યો હતો.

ભારતીય ઉપ સુકાની હરમનપ્રીત કૌર પણ એક સ્થાન આગળ વધીને 14મા સ્થાને પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌર સાત મેચમાં 318 રન સાથે વર્લ્ડ કપમાં ભારતની બીજી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતી. ઓસ્ટ્રેલિયાની વિકેટ કીપર બેટ્સમેન એલિસા હીલી ઈંગ્લેન્ડ સામેની ફાઇનલમાં 170 રનના શાનદાર પ્રદર્શનને કારણે બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તેણે દક્ષિણ આફ્રિકાની ઓપનર લૌરા વોલ્વાર્ટને પાછળ છોડી દીધી. એલિસાએ વર્લ્ડ કપમાં 9 મેચમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 509 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 103.66 હતો. તે ટુર્નામેન્ટની ટોપ સ્કોરર હતી. એલિસા ઉપરાંત ઓસ્ટ્રેલિયાની બેથ મૂની, મેગ લેનિંગ અને રશેલ હેન્સ બેટિંગ રેન્કિંગમાં ટોચના 6 બેટ્સમેનોમાં સામેલ છે.

વર્લ્ડ કપ ફાઇનલમાં અણનમ 148 રન બનાવનાર ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર નેટ સાઇવર બીજા સ્થાને પહોંચી ગઇ છે. ઓલરાઉન્ડરની યાદીમાં તેણીએ એલિસ પેરીને પાછળ છોડી દીધી છે. ઈંગ્લેન્ડની સ્પિનર ​​સોફી એક્લેસ્ટોન નંબર વન બોલર યથાવત છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનિમ ઈસ્માઈલ બીજા સ્થાને પહોંચી ગઈ છે.

અનુભવી ઝડપી બોલર અન્યા શ્રબસોલે પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. ભારતની ઝુલન ગોસ્વામી પાંચમા સ્થાને યથાવત છે. ઓલરાઉન્ડરની યાદીમાં તે 10મા ક્રમે છે જ્યારે ભારતની દીપ્તિ શર્મા આ જ યાદીમાં સાતમા સ્થાને છે.

આ પણ વાંચો : IPL 2022: બેગ્લોરના ગ્લેન મેક્સવેલને લઇને ટીમ મેનેજમેન્ટે આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : RR vs RCB Live Cricket Score, IPL 2022 : બેંગ્લોરે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

Next Article