ICC Rankings: મિતાલી રાજે એક જ સપ્તાહમાં ગુમાવ્યુ નંબર વન તરીકેનું સ્થાન, સ્ટેફની ટેલર બની નંબર વન

|

Jul 13, 2021 | 11:48 PM

રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવનારી ટેલર, ઓલરાઉન્ડરની યાદીમાં પણ ટોચનું સ્થાન મેળવ્યુ છે. ટેલરે પાકિસ્તાન સામેની પ્રથમ વન ડે દરમ્યાન શાનદાર ઓલરાઉન્ડર દેખાવ કર્યો હતો

ICC Rankings: મિતાલી રાજે એક જ સપ્તાહમાં ગુમાવ્યુ નંબર વન તરીકેનું સ્થાન, સ્ટેફની ટેલર બની નંબર વન
Mithali Raj

Follow us on

ICC વન ડે રેન્કિંગમાં મિતાલી રાજ (Mithali Raj)ને માટે નિરાશાજનક અપડેટ સામે આવ્યુ છે. નંબર વનના સ્થાન પરથી મિતાલી રાજે બીજા સ્થાન પર ખસવુ પડ્યુ છે. મિતાલીને હટાવીને વેસ્ટ ઈન્ડીઝની કેપ્ટને સ્ટેફની ટેલર (Stafanie Taylor) ચાર સ્થાન કુદીને નંબર વન બેટ્સમેન બની ચુકી છે. સ્ટેફનીને પાકિસ્તાન સામે શાનદાર દેખાવ કરવાને લઈને રેન્કિંગમાં ફાયદો થયો છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવનારી ટેલર, ઓલરાઉન્ડરની યાદીમાં પણ ટોચનું સ્થાન મેળવ્યુ છે. ટેલરે પાકિસ્તાન સામેની પ્રથમ વન ડે દરમ્યાન શાનદાર ઓલરાઉન્ડર દેખાવ કર્યો હતો. જેમાં વેસ્ટ ઈન્ડીઝને પાંચ વિકેટે જીત મળી હતી. સ્ટેફની ટેલરે 105 રનની અણનમ ઈનીંગ રમી હતી. જ્યારે બોલીંગ વખતે 29 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આમ બેટીંગ અને બોલીંગ બંને ક્ષેત્રે પાકિસ્તાન પર ટેલર ભારે રહી હતી તો વળી પાકિસ્તાન સામે બોલીંગ દેખાવ બાદ તેના પોઈન્ટમાં વધારો થયો છે. તે હવે 16માં ક્રમાંકે બોલર રેન્કિંગમાં પહોંચી છે.

 

ઓલરાઉન્ડ વિભાગમાં પહેલા ઓસ્ટ્રેલીયાના એલિસ પેરી નંબર વનના સ્થાન પર હતી. 2 ક્રમાંક કુદીને સ્ટેફનીએ ઓસ્ટ્રેલીયન ઓલરાઉન્ડને પાછળ ધકેલી દીધી છે. જ્યારે મેરિઝન લી ઓલરઉન્ડ દેખાવમાં ત્રીજા ક્રમે છે. દિપ્તી શર્મા ઓલરાઉન્ડ વિભાગમાં પાંચમાં સ્થાને યથાવત છે. દિપ્તિ એક માત્ર ભારતીય ખેલાડી આ યાદીમાં છે. બેટીંગ રેન્કિંગમાં સ્મૃતી મંધાના 9 ક્રમાંકે છે. તેને કોઈ જ ફાયદો કે નુકશાન થયુ નથી.

શિખા પાંડેને થયો ફાયદો

ભારતીય બોલરોમાં ઝૂલન ગોસ્વામી પાંચમાં સ્થાન પર છે. ઝૂલન બાદ પૂનમ યાદવ પાંચ ક્રમાંક કુદીને સાતમાં ક્રમે પહોંચી છે. શિખા પાંડેના ક્રમાંકમાં સુધારો થયો છે. તે આઠ ક્રમાંક આગળ આવવામાં સફળ રહી છે. તે હવે 27માં ક્રમાંક પર પહોંચી છે. મિતાલીએ ત્રણ વન ડેની ભારત-ઈંગ્લેન્ડ (India vs England) શ્રેણીમાં સળંગ ત્રણ અર્ધ શતક લગાવ્યા હતા. પરંતુ પ્રથમ બંને વન ડેમાં ભારતીય મહીલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) હારનો સામનો કરવો પડ્યો હતો.

 

આ પણ વાંચોઃ Sourav Ganguly: ક્રિકેટના ‘દાદા’ પર બનશે ફિલ્મ, આ બોલિવુડ સ્ટાર ગાંગુલીના પાત્રનો અભિનય કરશે

Next Article