ICC Rankings: ઇંગ્લેન્ડ સામે વિપરીત પરિસ્થિતિમાં ફીફટી લગાવનારી કેપ્ટન મિતાલી રાજ ટોપ ફાઇવમાં પહોંચી

|

Jun 30, 2021 | 1:05 PM

મિતાલી રાજ ( Mithali raj ) સામે આમ તો પ્રવાસની શરુઆતે આલોચકો સવાલ કરી રહ્યા હતા. જોકે મિતાલી રાજને હવે આઇસીસી રેન્કીંગે ( ICC Rankings ) રાહત આપી છે. હવે તે ટોપ ફાઇવ યાદીમા ફરીથી સમાઇ ચુકી છે.

ICC Rankings: ઇંગ્લેન્ડ સામે વિપરીત પરિસ્થિતિમાં ફીફટી લગાવનારી કેપ્ટન મિતાલી રાજ ટોપ ફાઇવમાં પહોંચી
Mithali Raj

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Woman Cricket Team) કેપ્ટન મિતાલી રાજની ( Mithali raj ) આગેવાની હેઠળ, હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે. આ દરમ્યાન જ તેને ICC તરફ થી સારા સમાચાર મળ્યા છે. મિતાલી હવે ફરી એકવાર ટોપ ફાઇવ બેટ્સમેન માં સામેલ થઇ ચુકી છે. પ્રવાસની શરુઆતે એક ટેસ્ટ મેચ રમી હતી, જે ડ્રો રહી હતી. ત્યારબાદ પ્રથમ વન ડે મેચમાં ભારતની હાર થઇ હતી. પરંતુ મિતાલી રાજ (Mithali Raj) પ્રથમ વન ડે દરમ્યાન અર્ધશતકીય રમત રમી હતી.

બ્રિસ્ટલમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડે મેચમાં 72 રનની ઇનીંગ રમી હતી. જેનો હવે આઇસીસી મહિલા વન ડે રેન્કીંગ (ICC Women ODI Rankings) માં તેને સીધો ફાયદો મળ્યો છે. મિતાલી એ 38 વર્ષીય છે અને તેણે હમણાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પુરા કર્યા છે. પ્રથમ વન ડે દરમ્યાન ભારતીય ટીમ ઇંગ્લેન્ડના બોલીંગ આક્રમણ સામે મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી હતી. જે સ્થિતીને મિતાલીએ સંભાળીને ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી ઉગારતી રમત રમી હતી. જોકે ટીમ સ્કોર પડકારજનક સ્થિતીએ પહોંચી શક્યો નહોતો.

વર્ષ 2019 ના ઓક્ટોબર માસ બાદ તે પ્રથમ વખત ટોપ ફાઇવ મહિલા બેટ્સમન તરીકે પહોંચી શકી છે. આ પહેલા તે આઠમાં ક્રમાંકે હતી. આમ દિગ્ગજ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી એ ત્રણ સ્થાન આગળ વધી છે. જોકે અન્ય ભારતીય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો, ખાસ કોઇના રેન્કીંગમાં ફેરફાર થયો નથી. શેફાલી વર્મા ટી20 ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન છે. જેણે હાલમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે દરમ્યાન ડેબ્યૂ કર્યુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મહિલા ક્રિકેટરના રેન્કિંગમાં ટોચના ક્રમે ઇંગ્લેંડની ઓપનર ટેમી બ્યૂમોન્ટ પ્રથમ સ્થાને યથાવત છે. ભારત સામેની વન ડેમાં રમવા સાથે પોતાનુ સ્થાન વધુ મજબૂત કર્યુ છે. તેણે ભારત સામે અણનમ 87 રનની ઇનીંગ રમી હતી. જેનાથી તેને 26 રેટીંગ પોઇન્ટ નો ફાયદો મળ્યો છે. હવે તે 791 પોઇન્ટ ધરાવે છે.

ઇંગ્લેન્ડની મહિલા ખેલાડીઓ ફાયદામાં

ભારતીય મહિલા ટીમ સામે અર્ધ શતક લગાવનારી બેટ્સમેન નતાલી સિવરના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે અણનમ 74 રનની ઇનીંગ રમીને એક ક્રમાંક સુધારી 8 માં સ્થાન પર પહોંચી છે. ઇંગ્લેન્ડની ઝડપી બોલર અન્યા શ્રબસોલે ત્રણ ક્રમાંક આગળ વધી છે. તે હવે આઠમાં સ્થાન પર છે. તેણે ભારત સામેની વન ડેમાં 2 વિકેટ ઝડપી હતી. સ્પિનર સોફી એક્લેસ્ટોન એ 40 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તે હવે ચાર ક્રમાંક કૂદી 10માં સ્થાને પહોંચી છે.

Next Article