ICC ODI Ranking: શુભમન ગિલે 45 ખેલાડીઓને પછાડ્યા, બાબર આઝમને મોટુ નુકશાન

|

Aug 24, 2022 | 5:10 PM

ભારત (Indian Cricket Team) ના યુવા સ્ટાર શુભમન ગિલે (Shubman Gill) તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

ICC ODI Ranking: શુભમન ગિલે 45 ખેલાડીઓને પછાડ્યા, બાબર આઝમને મોટુ નુકશાન
Shubman Gill એ ઝિમ્બાબ્વે સામે વન ડે સદી નોંધાવી હતી

Follow us on

ICC એ તાજુ ODI રેન્કિંગ જાહેર કર્યુ છે. બેટ્સમેનોની વાત કરીએ તો પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ (Babar Azam) ટોપ પર યથાવત છે. બીજી તરફ ભારતના યુવા સ્ટાર શુભમન ગીલે (Shubman Gill) તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. બોલરોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના બોલર જોશ હેઝલવુડને ફાયદો થયો છે જ્યારે ભારતના યુવા સ્ટાર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને બે સ્થાનનું નુકસાન થયું છે.

શુભમન ગિલની ધમાલ

રેન્કિંગમાં ભારતના યુવા સ્ટાર શુભમન ગિલનો ધમાકો થયો છે. ગિલ 45 સ્થાનની છલાંગ લગાવીને 38માં સ્થાને પહોંચી ગયો છે. આ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. તેણે ઝિમ્બાબ્વે સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વનડે શ્રેણીમાં 130 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેને રેન્કિંગમાં ઈનામ મળ્યું છે. પાકિસ્તાનનો સુકાની બાબર આઝમ ભલે પહેલા સ્થાન પર હોય પરંતુ પોઈન્ટ્સના મામલે તેને નુકશાનનો સામનો કરવો પડ્યો છે. તેને બે રેટિંગ પોઈન્ટ ગુમાવવા પડ્યા હતા. આઝમ બાદ બીજા સ્થાને રહેલા ઇમામ-ઉલ-હકને નુકસાન થયું હતું. તે ચોથા સ્થાને સરકી ગયો છે.

કોહલી પાંચમા સ્થાને યથાવત

આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 744 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને યથાવત છે. તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ છઠ્ઠા સ્થાને યથાવત છે. તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી પણ આરામ આપવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચમાં 154 રન બનાવવા છતાં અનુભવી ઓપનર શિખર ધવન એક સ્થાન સરકીને 12મા સ્થાને પહોંચી ગયો છે. તેણે પ્રથમ અને ત્રીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ કુલ 891 રેટિંગ પોઈન્ટ સાથે ODI બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. તેના પછી દક્ષિણ આફ્રિકાના રાસી વેન ડેર ડુસેન છે જેમના 789 રેટિંગ પોઈન્ટ છે. ઓલરાઉન્ડરોની યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન નંબર વન પર યથાવત છે.

 

ટોપ ફાઈવ બેટ્સમેનઃ (1) બાબર આઝમ, પાકિસ્તાન (2) રાસી વાન ડેર દુસૈન, દક્ષિણ આફ્રિકા (3) ક્વિન્ટન ડી કોક, દક્ષિણ આફ્રિકા (4) ઇમામ-ઉલ-હક, પાકિસ્તાન (5) વિરાટ કોહલી, ભારત

ટોચના પાંચ બોલરો

ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ તેના પહેલા સ્થાન પર છે. જો કે બીજા સ્થાને રહેનાર જસપ્રિત બુમરાહને નુકસાન થયું છે. ઈજાના કારણે જસપ્રીત બુમરાહ મેદાનમાંથી સરકીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. બીજું સ્થાન હવે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડના નામે છે. ત્રીજા સ્થાને અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન છે.

ટોપ ફાઈવ બોલર:  (1) ટ્રેન્ટ બોલ્ટ, ન્યુઝીલેન્ડ (2) જોશ હેઝલવુડ, ઓસ્ટ્રેલિયા (3) મુજીબ ઉર રહેમાન, બાંગ્લાદેશ (4) જસપ્રિત બુમરાહ, ભારત (5) શાહીન આફ્રિદી, પાકિસ્તાન

Published On - 4:40 pm, Wed, 24 August 22

Next Article