
લીગ સ્ટેજમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી હતી, ત્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનું એ કથન સાચું પડ્યું હતું. આમાં સૂર્યકુમારે કહ્યું હતું કે, હવે બંને ટીમો વચ્ચે કોઈ રાઈવલરી (સ્પર્ધા) રહી નથી.
ભારતે T20 World Cup મેચમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે પોતાની સ્કોર-લાઇન (Head To Head) 8-1 કરી લીધી હતી.
હવે સવાલ એ થાય છે કે, શું આ બંને ટીમો ફરી એકવાર આમને-સામને આવી શકે છે? સેમીફાઈનલના ક્વોલિફિકેશન સિનારિયોની વાત કરીએ તો આવું શક્ય છે. આ માટે ભારતે પોતાના ગ્રુપમાં ટોપ (નંબર 1) પર અને પાકિસ્તાને નંબર 2 પર ફિનિશ કરવું પડશે.
ન્યૂઝીલેન્ડ સામેની સુપર-8 ની પ્રથમ મેચ રદ થયા બાદ એ તો નક્કી થઈ ગયું છે કે, પાકિસ્તાન પોતાના ગ્રુપમાં ટોપ નહીં કરી શકે, કારણ કે જો તે બાકીની બે મેચ જીતી લે તો પણ તેના 5 પોઈન્ટ થશે, જ્યારે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા પાસે 6 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે.
જો સેમીફાઈનલમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો થાય તો શું થશે? આ અંગે બંને દેશોના પૂર્વ ખેલાડીઓએ અત્યારથી જ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ભારત-પાકિસ્તાન સેમીફાઈનલ મેચને લઈને એક એવું નિવેદન આપ્યું છે કે, જે હાસ્યાસ્પદ છે.
राशिद लतीफ़: “अगर सेमीफाइनल में पाकिस्तान का मुकाबला भारत से हुआ, तो इस बार हम ही जीतेंगे।”
नौमान नियाज़: “क्या भारतीय आँखें बंद करके खेलेंगे, या फिर आँखों पर पट्टी बाँधकर? खुदा का खौफ करे राशिद भाई!” pic.twitter.com/YYHa6KgDYo
— Ocean Jain (@ocjain4) February 21, 2026
લતીફે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “આ વખતે જો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થશે તો અમે જીતીશું.” લતીફ અહીં ન અટક્યા અને પાકિસ્તાની બોલરોની પ્રશંસા કરતા કહ્યું કે, “આ વખતે ડંડા (સ્ટમ્પ) ઉડશે, ડંડા!”.
વર્ષ 2007 માં ભારત-પાકિસ્તાન બે વાર એકબીજા સામે ટકરાયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં બંને ટીમો આ ટૂર્નામેન્ટમાં 9 વાર સામસામે આવી ચુકી છે, જેમાં ભારતે 8 માં જીત મેળવી છે અને પાકિસ્તાન ફક્ત 1 જ વાર જીત્યું છે.