ICC ને લાગ્યો કરોડોનો ચૂનો, ઠગ દ્વારા નકલી બિલ વડે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવ્યુ

|

Jan 20, 2023 | 10:13 AM

ICCને કોઈએ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવવા માટે નકલી મેઈલ આઈડી સાથે બનાવટી બિલો મોકલીને કરોડો રુપિયાની છેતરપિંડી આચરી છે. જેને લઈ હવે તપાસ શરુ કરાઈ છે

ICC ને લાગ્યો કરોડોનો ચૂનો, ઠગ દ્વારા નકલી બિલ વડે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવ્યુ
ICC online fraud victim 2.5 million US dollars cheating

Follow us on

ઓનલાઈન છેતરપિંડીનુ શિકાર હવે ICC બન્યુ છે. ICC સાથે ચિટીંગના મામલાથી આશ્ચર્ય ફેલાયુ છે. સાયબર અપરાધીઓએ પોતાની જાળમાં ખૂબ સુરક્ષિત સિસ્ટમ સજજ ક્રિકેટ સંસ્થાને જ ફસાવી લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ને કોઈ શખ્શે નકલી બિલો આધારે 20 કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી આચરી છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. જોકે એકવાર નહીં પરંતુ અનેક વાર ICC આ ચિંટીંગમાં શિકાર થઈ છે, પરંતુ હવે મામલો ધ્યાને આવતા આંતરીક રીતે તપાસનો દૌર શરુ કરવામાં આવ્યો છે.

યુએસએથી મેઈલ આવતા હોવાના નામે છેલ્લા કેટલાક મહિનાઓમાં ICC ને ઓનલાઈન ઠગ દ્વારા પોતાનો શિકાર બનાવવામાં આવ્યુ હતુ. જેમાં 20.32 કરોડ રુપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. એટલ કે 2.5 મિલિયન ડોલરની રકમ ICC એ ગુમાવી છે. જોકે આ મામલે  ICC એ ચૂપ્પી સાધી લીધી છે. જોકે પોતાના સ્તરે શક્ય તમામ પાસાઓ વડે તપાસ શરુ કરી છે. સાથે જ અમેરીકન ક્રાઈમ એજન્સીઓને પણ ફરીયાદ કરી હોવાના મીડિયા રીપોર્ટ્સ સામે આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ચિફ ફાયનાન્સરને ફેક મેઈલ મોકલ્યા

એક પત્રકારના ટ્વીટ મુજબ, જાળ બિછાવી ફસાવનાર ઠગ દ્વારા એક બોગસ ઈમેલ આઈડી ICC ના સલાહકારના નામે બનાવવામાં આવ્યુ હતુ. જે ફેક ઈમેલ આઈડી દ્વારા આઈસીસીના ચિફ ફાઈનાન્સર એટલ કે CFO ને મેઈલ કરવામાં આવ્યા હતા. એક મેઈલમાં 4.6 કરોડ રુપિયાના બિલ મોકલીને તેને પેમેન્ટ કરવા માટે કહ્યુ હતુ. હવે આઈસીસીની ફાયનાન્સ કચેરીમાં ક્યાં કેવી ભૂલ થઈ એ મામલે હજુ કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી.

 

 

ICC હવે સવાલોમાં ઘેરાયુ

માલામાલ ક્રિકેટ પરિષદ પાસે અઢળક આવકના સ્ત્રોત છે. તેમના માટે વીસેક કરોડ રુપિયાની રકમના હિસાબ એ મામૂલી બાબત છે. પરંતુ આમ છતા છેતરપિંડી એ શરમજનર બાબત છે. આઈસીસીની કચેરીમાં એડમિસ્ટ્રેશન પર સવાલો ઉભા કરી દીધા છે. આઈસીસીને આશા હશે કે, જલ્દીથી આરોપી સુધી પહોંચીને પૈસા પરત વસુલ કરી લેવામાં આવે. જોકે આ બધામા એક આખી પ્રક્રિયા ચાલશે, જે લાંબી બની શકે છે. જોકે આઈસીસીએ પોતાની સિસ્ટમને મજબૂત કરવા માટે ભૂલો શોધવી અને તેની પર અમલ કરવો જરુર બનશે. જેથી ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાવુ ના પડે.

 

Published On - 9:55 am, Fri, 20 January 23

Next Article