ICC: આઈસીસી એ જારી કરેલા નવા FTP જોઈને ખેલાડીઓને પરસેવો વળી જશે, જાણો ફ્યુચર પ્રોગ્રામની 5 મોટી વાતો

|

Aug 17, 2022 | 11:43 PM

ICC અને અન્ય ક્રિકેટ બોર્ડ્સ સાથે મળીને નવો ફ્યુચર પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે, જેના મુજબ હવે આગામી ફ્યુચર પ્રોગ્રામમાં મેચોની સંખ્યા ઓછી થવાને બદલે વધારવામાં આવી છે.

ICC: આઈસીસી એ જારી કરેલા નવા FTP જોઈને ખેલાડીઓને પરસેવો વળી જશે, જાણો ફ્યુચર પ્રોગ્રામની 5 મોટી વાતો
Indian Cricket Team સતત ક્રિકેટ રમતી જોવા મળશે

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ખેલાડીઓને માટે આગામી સમય બસ ક્રિકેટ અને ક્રિકેટ જ છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ મેચનુ અત્યંત વ્યસ્ત શેડ્યૂલ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોની સંખ્યા પણ ચાલુ વર્ષની વધી ચુકી છે. ICC એ ફ્યુચર ટૂર પ્રોગ્રામ (Future Tour Programme) જાહેર કર્યો છે. જે જોઈને જ કેટલાક ખેલાડીઓને માટે તે પરસેવો વળી જાય એમ દેખાઈ રહ્યુ હશે, તો કેટલાક ખેલાડીઓને વધુ તક મળવાની આશા પણ લાગી રહી છે. અનુભવી ક્રિકેટરોને માટે આઈસીસીની FTP ખૂબ જ મુશ્કેલ અને ભરચક ક્રિકેટ ભરી લાગી રહી હશે એ પણ એટલુ જ સ્વાભાવિક છે, કારણ કે પાછળના વર્ષોના પ્રમાણમાં આવનારા વર્ષમાં ક્રિકેટનુ પ્રમાણ વધારે હશે. ભારતીય ટીમ 87 જેટલી વધુ આંતરરાષ્ટ્રીય મેચો અગાઉના એફટીપી કરતા રમશે. નવા એફટીપી અંગેની પાંચ મહત્વની વાતો પર એક નજર કરીએ.

  • હકીકતમાં, ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલ FTP 2023-27 માં, મેચોની સંખ્યા છેલ્લી વખત કરતાં વધી ગઈ છે. એટલે કે આગામી પાંચ વર્ષમાં 777 આંતરરાષ્ટ્રીય મેચો થશે. આ દરમિયાન 2 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2 ODI વર્લ્ડ કપ, 2 T20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમાશે.
  • છેલ્લા FTP માં 151 ટેસ્ટ, 241 ODI અને 301 T20 મેચ રમાઈ હતી. જ્યારે આ વખતે 173 ટેસ્ટ, 281 વનડે, 326 ટી-20 મેચ રમાશે. નવા FTP માં, 22 ટેસ્ટ, 40 ODI અને 25 T20 મેચો જે અગાઉના પ્રવાસ કાર્યક્રમ કરતાં વધુ રમાશે.
  • ભારતની વાત કરીએ તો નવા FTP મુજબ, ટીમ ઈન્ડિયા 2023 થી ફેબ્રુઆરી 2027 સુધી 44 ટેસ્ટ, 63 ODI અને 76 T20 મેચ રમશે. ટીમ ઈન્ડિયા એપ્રિલ 2027 સુધી લગભગ દર મહિને મેદાનમાં જોવા મળશે. ઓગસ્ટ 2024 માં ટીમ ઈન્ડિયાનુ કોઈ મેચ શેડ્યૂલ નથી.
  • ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપ પહેલા 27 વનડે રમવા જઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 માં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે 10 ટેસ્ટ મેચ રમશે. તે જ સમયે, તે વિદેશમાં 9 ટેસ્ટ મેચ રમશે.
  • ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા પ્રવાસ પર 2-2 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 5, બાંગ્લાદેશ સામે 2 અને ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. તે જ સમયે, ડિસેમ્બર 2024 માં, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Published On - 11:39 pm, Wed, 17 August 22

Next Article