Champions Trophy 2025 : ભારત તમામ મેચ દુબઈમાં રમશે, કરોડો કમાવવાનું પાકિસ્તાનનું સપનું તૂટી ગયું

|

Dec 13, 2024 | 7:55 PM

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના હાઈબ્રિડ મોડલને ICC દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયા તમામ મેચ દુબઈમાં રમશે. ICCના અધ્યક્ષ બનતાની સાથે જ જય શાહે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો હતો.

Champions Trophy 2025 : ભારત તમામ મેચ દુબઈમાં રમશે, કરોડો કમાવવાનું પાકિસ્તાનનું સપનું તૂટી ગયું
Champions Trophy 2025
Image Credit source: PTI

Follow us on

જય શાહ ICCના અધ્યક્ષ બનતાની સાથે જ એક એવો નિર્ણય લીધો છે જેને પાકિસ્તાન લાંબા સમય સુધી યાદ રાખશે. વાસ્તવમાં ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી દીધી છે. હવે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જવાની જરૂર નહીં પડે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. મોટા સમાચાર એ છે કે ICC પાકિસ્તાનને કોઈ વધારાના પૈસા કે વળતર નહીં આપે. પાકિસ્તાન બોર્ડને આશા હતી કે તેને હાઈબ્રિડ મોડલના બદલામાં કરોડો રૂપિયા મળશે પરંતુ એવું થઈ રહ્યું નથી.

ICC બેઠકમાં લેવાયો નિર્ણય

અહેવાલો અનુસાર, ICCની બેઠકમાં લેવાયેલ સૌથી મોટો નિર્ણય એ છે કે ટીમ ઈન્ડિયા તમામ મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો તે મેચ પણ દુબઈમાં જ યોજાશે. મતલબ કે જો ભારત-પાકિસ્તાન ફાઈનલ થાય છે તો યજમાન દેશને રમવા માટે દુબઈ આવવું પડશે. મોટા સમાચાર એ પણ છે કે 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોમાં યોજાશે. ICCએ PCBને કોઈપણ વળતર આપવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે, ICC 2027માં ICC વુમન્સ ટ્રોફીના પાકિસ્તાનમાં આયોજન પર સહમત છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

 

પરિણામ BCCIની તરફેણમાં આવ્યું

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત બૂમો પાડી રહ્યું હતું કે તે કોઈપણ કિંમતે હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નહીં થાય. BCCI પાસેથી PCB લેખિત જવાબ માંગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન કેમ આવવા માંગતી નથી. પરંતુ અંતે પરિણામ BCCIની તરફેણમાં આવ્યું છે.

19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે ટુર્નામેન્ટ

ICCની આ બેઠક બાદ ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે. ટુર્નામેન્ટની શરૂઆત અને સમાપ્તિની તારીખ આવી ગઈ છે, પરંતુ શેડ્યૂલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: IND vs AUS : બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ગાબામાં ટીમ ઈન્ડિયાની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article