T20 WC Breaking : અભિષેક શર્મા-વરુણ ચક્રવર્તી પર લેવાયો મોટો નિર્ણય, આ 4 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં નહીં રમે

T20 વર્લ્ડ કપના ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા જે 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે તે નક્કી થઈ ગયા છે. અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી અંગે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. જનો ફાઈનલમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.

T20 WC Breaking : અભિષેક શર્મા-વરુણ ચક્રવર્તી પર લેવાયો મોટો નિર્ણય, આ 4 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં નહીં રમે
T20 WC
Image Credit source: PTI
| Updated on: Mar 08, 2026 | 5:26 PM

T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે. મોટો પ્રશ્ન એ છે કે આ મેચમાં ભારત કઈ પ્લેઈંગ ઈલેવન મેદાનમાં ઉતારશે. શું વિશ્વના નંબર 1 બેટ્સમેન અભિષેક શર્મા અને નંબર 1 બોલર વરુણ ચક્રવર્તી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે? આ એક મોટો પ્રશ્ન છે.

અભિષેક શર્મા-વરુણ ચક્રવર્તીનું શું થશે?

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, વરુણ અને અભિષેક બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. અભિષેકે સમગ્ર ટુર્નામેન્ટમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી છે. બીજી તરફ, વરુણ ચક્રવર્તી સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. સેમિફાઈનલમાં તેણે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.

4 ખેલાડીઓ ભારતની પ્લેઈંગ 11 માંથી બહાર

એક અહેવાલ મુજબ, ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે નહીં. ટીમ ઈન્ડિયા એ જ અગિયાર ખેલાડીઓને મેદાનમાં ઉતારશે જેમણે ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી.

T20 WC ફાઈનલમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન થશે ફેરફાર?

અમદાવાદની પિચના આધારે ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં પણ નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. આ મેચ માટે જીમી નીશમ અથવા જેકબ ડફીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ 11

ટિમ સીફર્ટ, ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર, કોલ મેકકોન્ચી, જીમી નીશમ/જેકબ ડફી, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કરનો મુકાબલો

ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લા છ વર્ષમાં ચાર વખત ICC નોકઆઉટ મેચોમાં સામ-સામે આવ્યા છે, જેમાં બંને ટીમો બે-બે વખત જીતી છે. ન્યુઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.જ્યારે ભારતે 2023 વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં અને ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.

T20 WC Breaking : ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો “ગુજરાતી ગેમ પ્લાન”… આ ત્રણ ગુજ્જુ ક્રિકેટર ભારતને ત્રીજો વર્લ્ડ કપ જીતાડશે!