T20 WC Breaking : T20 World Cup 2026થી બહાર થનારી આ ટીમ ઈરાન-ઈઝરાયલના વોર વચ્ચે ભારતમાં ફસાઈ

T20 World Cup 2026 : ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. વેસ્ટ એશિયામાં હવાઈ સેવા બંધ થયા બાદ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેનારી ટીમની ચિંતા વધી ગઈ છે. એક ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ પણ ઘરે પરત ફરી શકી નથી. જાણો તેનું કારણ

T20 WC Breaking :  T20 World Cup 2026થી બહાર થનારી આ ટીમ ઈરાન-ઈઝરાયલના વોર વચ્ચે ભારતમાં ફસાઈ
| Updated on: Mar 02, 2026 | 9:56 AM

મિડિલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાનમાં મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમાનેઈ અને અનેક ટોચના સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા છે. આ ઘટનાએ આખા મિડિલ ઈસ્ટને યુદ્ધની આગમાં ઝપેટમાં લીધું છે. તેમજ ઈરાને જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલ ખાડી વિસ્તાર તેમજ અમેરિકી ઠેકાણા પર મિસાઈલ છોડી છે. જેની અસર હવે ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપ પર પડી છે.

ઈરાન-ઈઝરાયલ વચ્ચે આ ટીમ ફસાઈ

ટી20 વર્લ્ડકપ 2026માં ઝિમ્બાબ્વેની ટીમ માટે એક મોટી મુશ્કેલી ઉભી થઈ છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ભારતથી ઘરે જવાની તૈયારી કરી રહી હતી. પરંતુ વેસ્ટ એશિયામાં હવાઈ ક્ષેત્ર બંધ રહેવાના કારણે તેની વાપસી મુશ્કેલી છે. ઝિમ્બાબ્વેએ પોતાની છેલ્લી મેચ રવિવારના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમી હતી. જેમાં તે હારી ગઈ હતી. સુપર-8માંથી બહાર થયા બાદ ટીમનું અભિયાન પૂર્ણ થયું હતુ.

હાલમાં ભારતમાં રહેશે ટીમ

યોજના મુજબ ટીમ સોમવાર સવારે અલગ -અલગ બેન્ચેમાં દિલ્હીમાંથી વાપસી હરારે માટે રવાના થવાની હતી. તેઅમીરાત એરલાઇન્સમાં ઉડાન ભરવાના હતા. કેટલાક સભ્યો સવારે 4:30 વાગ્યે રવાના થવાના હતા, જ્યારે અન્ય લોકો મોડી રાત્રે રવાના થવાના હતા. જોકે, ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. દુબઈ જેવા મુખ્ય પરિવહન કેન્દ્રો પ્રભાવિત થયા છે, મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા રૂટ બદલવામાં આવ્યો છે, જેના કારણે ઝિમ્બાબ્વે ટીમનું પરત ફરવાનું મોડું થયું છે.

ઝિમ્બાબ્વેની ટીમ હાલમાં દિલ્હીમાં રોકાય છે. તેના માટે હોટલમાં 4 દિવસની વ્યવસ્થા કરવામાં આવી છે. આઈસીસીએ સ્થિતિ પર નજર રાખતા કંટીજેન્સી પ્લાન પર કામ કરવાનું શરુ કર્યું છે. ટુર્નામેન્ટના આયોજકો બીજા રુટ અને એરલાઈન્સની શોધમાં લાગેલી છે. જેમ યુરોપીય, સાઉથ એશિયાઈ કે સાઉથ ઈર્સ્ટ એશિયાઈ હબથી રસ્તો નિકાળી શકાય છે. આઈસીસીએ ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક પણ શરુ કર્યો છે. તેમજ સિક્યોરીટી કંસલ્ટેટ્સની સાથે મળી રિયલ ટાઈમ અપડેટ લેવામાં આવી રહ્યું છે.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો