
IND vs ENG Semifinal, T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ 2026 હવે નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યું છે. ભારત સિવાય સાઉથ,આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. પહેલી સેમિફાઈનલ મેચ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. તો ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ 5 ફેબ્રુઆરીના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હવે સવાલએ થાય છે કે, આ 5 તારીખની મેચ રદ થાય તો પરિણામ શું આવશે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.
સેમિફાઈલ એક નોકઆઉટ મેચ છે. જે પણ ટીમ હારશે. તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મોટી મેચ માટે આઈસીસીએ ખાસ નિયમ બનાવ્યો છે. ગ્રુપ સ્ટેજ અને સુપર-8 રાઉન્ડ નક્કી તારીખ પર ન રમાય તો બંન્ને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવશે પરંતુ સેમિફાઈનલમાં આવું થશે નહી. આઈસીસીએ બંન્ને સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો મેચ ડે પર વરસાદ કે ખરાબ હવામાન કારણે મેચ પુરી નહી થાય તો રિઝર્વ ડે પર મેચ રમાશે.
પરંતુ રિઝર્વ ડે પર પણ પરિણામ ન આવ્યું તો. આઈસીસીના નિયમ મુજબ નોકઆઉટ સ્ટેજમાં સેમિફાઈનલ અને ફાઈનલ મેચનું પરિણામ આવશે નહી. તો સુપર-8 રાઉન્ડના આધાર પર એક ટીમને ફાઈનલની ટિકિટ મળી જશે. જે પણ ટીમ સુપર-8 રાઉન્ડમાં ટોપ પર રહેશે. તે ફાઈનલમાં પહોંચશે. તમને જણાવી દઈએ કે, ગ્રુપ 2માં ઈંગ્લેન્ડની ટીમ ટોપ પર રહી હતી. તો ગ્રુપ એમાં ભારતે બીજા નંબર પર રહી ક્વોલિફાય કર્યું છે. ત્યારે ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચ રદ થઈ તો ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચી જશે અને ટીમ ઈન્ડિયા રમ્યા વગર બહાર નીકળી જશે.
ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલ મેચ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 4 માર્ચના કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેચ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ આ મેચ રદ થાય છે તો સાઉથ આફ્રિકાની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. સાઉથ આફ્રિકા ગ્રુપ એમાં ટોપ પર રહી હતી. ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8માં બીજા નંબર પર રહી હતી. ત્યારે સાઉથ આફ્રિકાને ફાયદો થશે.