IND vs PAK T20 WC Breaking : અભિષેક શર્માના આઉટ થતા જ રોહિત શર્માએ આ શું કર્યું? ફોટો થયો વાયરલ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે પહોંચ્યો હતો. જો કે મેચની શરૂઆતમાં જ અભિષેક શર્મા 0 પર આઉટ થયો હતો, જે બાદ રોહિત શર્માએ જે પ્રતિક્રિયા આપી હતી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

IND vs PAK T20 WC Breaking : અભિષેક શર્માના આઉટ થતા જ રોહિત શર્માએ આ શું કર્યું? ફોટો થયો વાયરલ
Abhishek Sharma & Rohit Sharma
Image Credit source: X
| Updated on: Feb 15, 2026 | 10:54 PM

ICC T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજની સૌથી મોટી મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચના ટોસ પહેલા, મેદાન પર એક ખાસ ક્ષણ જોવા મળી જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અચાનક ભારતીય ટીમના ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો.

રોહિત ભારતીય ખેલાડીઓને મળ્યો

ટુર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા ટીમના ખેલાડીઓને મળવા આવ્યો હતો. રોહિતે ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. જેનાથી ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થયો. આ ક્ષણ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે રોહિતે 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યો હતો, અને તેની હાજરી ખેલાડીઓમાં નવી ઉર્જાનો સંચાર કરી રહી હતી. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, તે ટુર્નામેન્ટનો પ્રચાર કરી રહ્યો છે, પરંતુ આટલી મોટી મેચમાં ટીમને ઉત્સાહિત કરવા માટે વ્યક્તિગત રીતે મેદાન પર પહોંચવું પણ ચાહકો માટે ખાસ હતું.

 

અભિષેક આઉટ, રોહિતની પ્રતિક્રિયા વાયરલ

જોકે, આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી. ભારતીય ટીમે પહેલી જ ઓવરમાં એક મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા એક પણ વિકેટ લીધા વિના આઉટ થઈ ગયો હતો. તે આ ટુર્નામેન્ટની પહેલી મેચમાં પણ સ્કોર કરવામાં નિષ્ફળ ગયો હતો. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ફટકો હતો અને રોહિત શર્મા સ્ટેન્ડમાં ખૂબ જ હતાશ દેખાતો હતો. તેની પ્રતિક્રિયા ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

પાકિસ્તાનને હરાવી ભારત સુપર-8 માં ક્વોલિફાય

આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતી. બંને ટીમો પોતાની પાછલી મેચ 2-2 થી જીત્યા બાદ આ મેચમાં ઉતર્યા હતા. તેથી, એક ટીમ આજે તેની પહેલી હારનો સામનો કરશે જ્યારે વિજેતા ટીમ સુપર 8 માં સ્થાન મેળવશે તે નક્કી હતું, અને આ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી સુપર-8 ની ટિકિટ ક્ન્ફ્મ કરી હતી.

IND vs PAK T20 WC Breaking : ભારતે પાકિસ્તાનને શ્રીલંકામાં આપી કરારી માત, T20 વર્લ્ડ કપમાં સુપર 8 માં ટીમ ઈન્ડિયા ક્વોલિફાય

Published On - 10:51 pm, Sun, 15 February 26