IND vs ENG T20 WC Live Score : રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ભારત T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચ્યું

IND vs ENG સેમિફાઇનલ: ભારતે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં 7 રને જીત મેળવી અને ફાઇનલમાં પહોંચ્યું. 8 માર્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડનો સામનો કરશે.

IND vs ENG T20 WC Live Score : રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ભારત T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચ્યું
India vs England Live
| Updated on: Mar 05, 2026 | 11:14 PM

T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ભારતે 253 રન બનાવ્યા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે 246 રન બનાવ્યા. ભારત તરફથી સંજુ સેમસને સૌથી વધુ 89 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડ તરફથી બેથેલે શાનદાર સદી ફટકારી 105 રન બનાવ્યા. સંજુ સેમસનને તેની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ઇનિંગમાં 19 સિક્સર ફટકારી. સંજુ સેમસનના 42 બોલમાં 89 રન ઉપરાંત, શિવમ દુબેએ 25 બોલમાં 43 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 27 રન અને તિલક વર્માએ 7 બોલમાં 21 રન બનાવ્યા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Mar 2026 11:11 PM (IST)

    ભારતનો શાનદાર વિજય

    T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 253 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડે 246 રન બનાવ્યા. ભારત તરફથી સંજુ સેમસન સૌથી વધુ 89 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડ તરફથી બેથેલે શાનદાર સદી ફટકારી, 105 રન બનાવ્યા. સંજુ સેમસનને તેની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ 19 છગ્ગા ફટકાર્યા. સંજુ સેમસનના 42 બોલમાં 89 રન ઉપરાંત, શિવમ દુબેએ 25 બોલમાં 43 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 27 રન બનાવ્યા, અને તિલક વર્માએ 7 બોલમાં 21 રન બનાવ્યા.

  • 05 Mar 2026 10:58 PM (IST)

    ટીમ ઇન્ડિયા ફાઇનલમાં

    ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 7 રને હરાવીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ભારત સતત બીજી વખત અને એકંદરે ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. પહેલા બેટિંગ કરતા, ભારતે 253 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડે 246 રન બનાવ્યા.


  • 05 Mar 2026 10:50 PM (IST)

    ભારત ફાઈનલમાં

    રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ભારત T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચ્યું

  • 05 Mar 2026 10:46 PM (IST)

    બેથલ રન આઉટ

    બેથલ રન આઉટ, હાર્દિક નો જોરદાર થ્રો, ભારત જીત તરફ અગ્રેસર

  • 05 Mar 2026 10:41 PM (IST)

    પંડ્યાએ કરનને કર્યો આઉટ

    જેકબ બેથલની શાનદાર સદી, હાર્દિક પંડ્યાએ સેમ કરનને કર્યો આઉટ

  • 05 Mar 2026 10:39 PM (IST)

    બેથલની સદી

    જેકબ બેથલની શાનદાર સદી, સેમ કરન જ્રીઝ પર હાજર, સિક્સર ફટકારી સદી પૂરી કરી

  • 05 Mar 2026 10:32 PM (IST)

    ઈંગ્લેન્ડનો સ્કોર 200 ને પાર

    ઈંગ્લેન્ડનો સ્કોર 200 ને પાર, જીતવા 18 બોલમાં 45 રનની જરૂર, બેથલ સદી તરફ અગ્રેસર, અર્શદીપને જોરદાર સિક્સર ફટકારી

  • 05 Mar 2026 10:21 PM (IST)

    જીતવા 30 બોલમાં 69 રનની જરૂર

    ઈંગ્લેન્ડને જીતવા 30 બોલમાં 69 રનની જરૂર, કરન-બેથલ ક્રીઝ પર, મેચ જોરદાર મોડ પર પહોંચી ગઈ છે

  • 05 Mar 2026 10:15 PM (IST)

    જેક્સ 35 રન બનાવી આઉટ

    ઈંગ્લેન્ડને મોટો ઝટકો, વિલ જેક્સ 35 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે બાઉન્ડ્રી પર કર્યો કમાલ, સિક્સર જતી બોલને પકડી મેદાનમાં અંદર શિવમ દુબે તરફ ફેંકી કર્યો કમાલ કેચ

  • 05 Mar 2026 10:04 PM (IST)

    ઈંગ્લેન્ડનો સ્કોર 150 ને પાર

    ઈંગ્લેન્ડનો સ્કોર 150 ને પાર, બેથલ-જેક્સની આક્રમક બેટિંગ, અક્ષર પટેલની ઓવરમાં ફટકારી જોરદાર સિક્સર

  • 05 Mar 2026 09:55 PM (IST)

    જેકબ બેથલની ફિફ્ટી

    જેકબ બેથલની ફિફ્ટી, જલ્દી વિકેટ ગુમાવ્યા બાદ ફટકારી જોરદાર ફિફ્ટી, માત્ર 19 બોલમાં ફટકારી અર્ધસદી

  • 05 Mar 2026 09:52 PM (IST)

    બેથલ-જેક્સની મક્કમ બેટિંગ 

    દસ ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 119/4, બેથલ-જેક્સની મક્કમ બેટિંગ

  • 05 Mar 2026 09:43 PM (IST)

    ઇંગ્લેન્ડે ચોથી વિકેટ ગુમાવી

    ઇંગ્લેન્ડે ચોથી વિકેટ ગુમાવી, બેન્ટન 17 રન બનાવીને થયો રન આઉટ

  • 05 Mar 2026 09:31 PM (IST)

    બટલર ક્લીન બોલ્ડ 

    વરુણ ચક્રવર્તીએ ભારતને અપાવી ત્રીજી સફળતા, જોસ બટલર સસ્તામાં આઉટ, વરુણે બટલરને કર્યો ક્લીન બોલ્ડ

  • 05 Mar 2026 09:23 PM (IST)

    ઈંગ્લેન્ડને બીજો ઝટકો

    ઈંગ્લેન્ડને બીજો ઝટકો, બુમરાહે કેપ્ટન બ્રુકને કર્યો આઉટ

  • 05 Mar 2026 09:14 PM (IST)

    ભારતને પહેલી સફળતા

    પંડ્યાએ સોલ્ટને આઉટ કરતાં ભારતને પહેલી સફળતા મળી

  • 05 Mar 2026 08:47 PM (IST)

    ઈંગ્લેન્ડને 254 રનનો ટાર્ગેટ

    ભારતે ઈંગ્લેન્ડને જીતવા 254 રનનો આપ્યો ટાર્ગેટ, સંજુ સેમસનના આક્રમક 89 રન, ભારતે અનેક રેકોર્ડ તોડ્યા

  • 05 Mar 2026 08:45 PM (IST)

    હાર્દિક પંડ્યા આઉટ

    ભારતનો સ્કોર 250 ને પાર, હાર્દિક પંડ્યા થયો રનઆઉટ

  • 05 Mar 2026 08:40 PM (IST)

    તિલક વર્મા આઉટ

    ભારતને છઠ્ઠો ઝટકો, તિલક વર્મા 21 રન બનાવી થયો આઉટ

  • 05 Mar 2026 08:35 PM (IST)

    ભારતને પાંચમો ઝટકો

    ભારતને પાંચમો ઝટકો, શિવમ દુબે 43 રન બનાવી થયો આઉટ, રન લેવા જતા થયો રન આઉટ

  • 05 Mar 2026 08:23 PM (IST)

    ભારતને ચોથો ઝટકો

    ભારતનો સ્કોર 200 ને પાર, સૂર્યકુમાર યાદવ માત્ર 11 રન બનાવી થયો આઉટ

  • 05 Mar 2026 08:05 PM (IST)

    સેમસન સદી ચુકી ગયો

    ભારતને ત્રીજો ઝટકો, સંજુ સેમસન 89 રન બનાવી થયો આઉટ, સેમસન 11 રન માટે સદી ચુકી ગયો હતો, સ્ટ બીજી મેચમાં સદી ચુકી ગયો . વિલ જેક્સે ફરી લીધી વિકેટ

  • 05 Mar 2026 07:47 PM (IST)

    કિશન 39 રન બનાવી આઉટ

    ભારતને બીજો ઝટકો, ઇશાન કિશન 39 રન બનાવી થયો આઉટ, આદીલ રશીદે લીધી વિકેટ, સિક્સર ફટકારવા જતા ઇશાન થયો કેચ આઉટ

  • 05 Mar 2026 07:41 PM (IST)

    ભારતનો સ્કોર 100 ને પાર

    સંજુ સેમસનની આક્રમક બેટિંગ, ભારતનો સ્કોર 100 ને પાર, સંજુ સેમસન એક જ ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી

  • 05 Mar 2026 07:37 PM (IST)

    સંજુ સેમસનની ફિફ્ટી

    સંજુ સેમસનની ફિફ્ટી, ઇશાનની આક્રમક બેટિંગ, ભારતની જોરદાર બેટિંગ, સંજુ સેમસને જોરદાર સિક્સર ફટકારી પૂરી કરી ફિફ્ટી

  • 05 Mar 2026 07:28 PM (IST)

    પાવર પ્લે બાદ ભારતનો સ્કોર 67/1

    પાવર પ્લે બાદ ભારતનો સ્કોર 67/1, અભિષેક સસ્તામાં આઉટ થયો, સંજુ સેમસન એ ઇશાન કિશનનીન આક્રમક બેટિંગ

  • 05 Mar 2026 07:21 PM (IST)

    ભારતનો સ્કોર 50 ને પાર

    ભારતનો સ્કોર 50 ને પાર, સંજુ-ઇશાનની આક્રમક બેટિંગ, ઓવરટનની ઓવરમાં ઇશાન કિશને બે જોરદાર ચોગ્ગા ફટકાર્યા

  • 05 Mar 2026 07:11 PM (IST)

    ઈંગ્લેન્ડના કેપ્ટને છોડ્યો સંજુનો કેચ

    ઈંગ્લેન્ડના કેપ્ટને છોડ્યો સંજુનો કેચ, ત્રીજી ઓવરના બીજા બોલ પર થઇ મોટી ભૂલ, આ ભૂલ ઈંગ્લેન્ડને ભારે પડી શકે છે. આર્ચરની ઓવરમાં છોડ્યો કેચ. બાદમાં સંજુએ ફટકારી જોરદાર સિક્સર

  • 05 Mar 2026 07:08 PM (IST)

    ભારતને પહેલો ઝટકો

    ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા માત્ર 9 રન બનાવી થયો આઉટ, વિલ જેક્સે લીધી વિકેટ

  • 05 Mar 2026 07:07 PM (IST)

    ભારતની આક્રમક શરૂઆત

    ભારતની આક્રમક શરૂઆત, સંજુ સેમસન અને અભિષેક શર્માએ ફટકારી બાઉન્ડ્રી, આર્ચરની બોલીંગમાં  સંજુએ જોરદાર સિક્સર ફટકારી

  • 05 Mar 2026 06:40 PM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન

    અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

  • 05 Mar 2026 06:39 PM (IST)

    ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહીં

    T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે પ્લેઇંગ ઈલેવનમાં કોઈ જ ફેરફાર કર્યો નથી જયારે ઇંગ્લેન્ડે એક ફેરફાર કર્યો છે.

  • 05 Mar 2026 06:37 PM (IST)

    સૂર્યકુમાર યાદવે રોહિતને ગળે લગાવ્યો

    T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ટોસ પહેલા સૂર્યકુમાર યાદવ રોહિત શર્માને મળ્યો હતો. તે કદાચ આ મેચમાં શું કરવું તે અંગે રોહિત પાસેથી સલાહ માંગી રહ્યો હતો

  • 05 Mar 2026 06:34 PM (IST)

    ભારત બેટિંગ ફર્સ્ટ

    ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ

  • 05 Mar 2026 06:19 PM (IST)

    ટીમો સ્ટેડિયમમાં પહોંચી

    ભારત અને ઇંગ્લેન્ડની ટીમો સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે અને બીજા સેમિફાઇનલ માટે વોર્મ-અપ શરૂ કરી દીધું છે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે, મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

  • 05 Mar 2026 06:04 PM (IST)

    T20I માં ભારત VS ઇંગ્લેન્ડ

    T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનો ઇંગ્લેન્ડ પર દબદબો છે. ભારતે અત્યાર સુધીમાં 17 મેચ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડે 12 મેચ જીતી છે. ભારતે છેલ્લા સાતમાંથી છ વખત ઇંગ્લેન્ડને ઘરઆંગણે હરાવ્યું છે.

  • 05 Mar 2026 06:00 PM (IST)

    ભારત VS ઇંગ્લેન્ડ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ માટે ઉત્તેજના ચરમસીમાએ છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ છઠ્ઠી મુલાકાત છે. અગાઉના પાંચ મુકાબલામાં, ભારત ઇંગ્લેન્ડ પર 3-2 થી આગળ છે. આનો અર્થ એ થયો કે ભારતે પાંચ મેચ જીતી છે અને ઇંગ્લેન્ડે બે જીતી છે.

Published On - 5:59 pm, Thu, 5 March 26

Follow Us