T20 World Cup 2026 : એવા ઉલટફેર, જ્યાં નબળી ગણાતી ટીમોએ મજબૂત ટીમોને ઘૂળ ચટાડીને T20 વર્લ્ડ કપની બહાર કાઢી

જ્યારે પણ ICC ટુર્નામેન્ટની વાત આવે છે, ત્યારે હંમેશા અપસેટ સર્જાતો હોય છે. જ્યારે કોઈ નબળી માનવામાં આવતી ટીમ, કોઈ મજબૂત ટીમને હરાવે છે ત્યારે જરૂરથી આશ્ચર્ય થવું એ સ્વાભાવિક છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં એવા પાંચ અપસેટ સર્જાયા છે. ચાલો જાણીએ

| Edited By: | Updated on: Feb 05, 2026 | 1:47 PM
1 / 6
જો કોઈ નબળી માનવામાં આવતી ટીમ T20 વર્લ્ડ કપમાં કોઈ મજબૂત ટીમને હરાવે છે, તો તેની સીધી અસર તેના રેકોર્ડ અને અંક ગણિત પર પડે છે. અત્યાર સુધીમાં, રમતગમત ચાહકો ખાસ કરીને ક્રિકેટ રસીયાઓને તે વિશે ખબર પડી ગઈ હશે. ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. પરંતુ ક્યારેક નબળી ટીમો ટુર્નામેન્ટનું સમગ્ર ચિત્ર બદલી નાખે છે.

2 / 6
T20 વર્લ્ડ કપ 2024 માં ડેબ્યૂ કરનાર અમેરિકાની ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને હરાવીને અમેરિકાની નવીસવી ટીમે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. મેચ સુપર ઓવરમાં ગઈ. અમેરિકાએ સુપર ઓવરમાં 18 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન ફક્ત 13 રન જ બનાવી શક્યું હતું.

3 / 6
T20 વર્લ્ડ કપ 2024 માં બીજો મોટો અપસેટ ત્યારે થયો જ્યારે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 148 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન આખી ટીમ માત્ર 127 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. જેના કારણે ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.

4 / 6
T20 વર્લ્ડ કપ 2022માં પણ આવું જ ચિત્ર જોવા મળ્યું હતું. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને માત્ર એક રનથી હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા 130 રન બનાવ્યા હતા. પરંતુ પાકિસ્તાન 20 ઓવરમાં માત્ર 129 રન જ બનાવી શક્યું હતું. એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાન સરળતાથી જીતી જશે. પરંતુ 1 રન તેમને મોંઘો પડ્યો.

5 / 6
નામિબિયા ખૂબ જ નબળી ટીમ ગણાતી હતી, પરંતુ તેમણે 2022માં ઉલટફેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નામિબિયાએ શક્તિશાળી શ્રીલંકાને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા નામિબિયાએ 163 રન બનાવ્યા હતા. પરંતુ શ્રીલંકાની ઇનિંગ માત્ર 108 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. નામિબિયાએ મેચ 55 રનથી જીતી લીધી હતી.

6 / 6
નેધરલેન્ડ્સે 2009ના T20 વર્લ્ડ કપમાં પણ આવું જ એક પરાક્રમ કર્યું છે. ગ્રુપ સ્ટેજમાં ઇંગ્લેન્ડનું ગણિત બગડી ગયું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. પરંતુ નેધરલેન્ડ્સે છેલ્લા બોલ પર વિજયનો ધ્વજ લહેરાવ્યો. ઇંગ્લેન્ડનો 4 વિકેટથી પરાજય થયો.

Published On - 1:46 pm, Thu, 5 February 26