
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રનનો તોફાન ફાટી નીકળ્યો. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું, 20 ઓવરમાં 253 રન બનાવ્યા. ભારતના બેટ્સમેનોએ તેમની ઇનિંગમાં રેકોર્ડબ્રેક 19 છગ્ગા ફટકાર્યા. છગ્ગાના આ વરસાદ દરમિયાન, ઇંગ્લેન્ડના બોલર આદિલ રશીદે એક એવો રેકોર્ડ બનાવ્યો જે કોઈ પણ ખેલાડી ઇચ્છશે નહીં. ચાલો તમને જણાવીએ કે આદિલ રશીદે કયો શરમજનક રેકોર્ડ બનાવ્યો.
આદિલ રશીદે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 200 છગ્ગા ખાધા છે. તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આટલા બધા છગ્ગા ખાનાર પ્રથમ ખેલાડી છે. ભારત સામેની મેચમાં આદિલ રશીદને કુલ ચાર છગ્ગા પડ્યા હતા, જેનાથી છગ્ગાની બેવડી સદી પૂર્ણ થઈ. જોકે, આદિલ રશીદે ચાર ઓવરમાં 41 રન આપ્યા અને બે વિકેટ લીધી. ઇંગ્લેન્ડના બોલરોને જે રીતે ફટરાવવામાં આવ્યા તે જોતાં આ આંકડા વાજબી છે.
Adil Rashid becomes the first bowler to conceded 200+ sixes in T20 Internationals.#INDvsENG pic.twitter.com/gTs1RYlNFk
— Sports Explorer (@SportDataExplor) March 5, 2026
વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના બોલરોની જોરદાર ધુલાઈ થઇ હતી. જોફ્રા આર્ચરે પોતાની ચાર ઓવરમાં 61 રન આપ્યા. વિલ જેક્સે પોતાની ચાર ઓવરમાં 40 રન આપીને બે વિકેટ લીધી. જેમી ઓવરટને પોતાની ત્રણ ઓવરમાં 36 રન આપ્યા. સેમ કરને પોતાની ચાર ઓવરમાં 53 રન આપ્યા. લિયામ ડોસને એક ઓવર લીધી અને 19 રન આપ્યા.
ભારતીય વિકેટકીપર સંજુ સેમસને ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરી. તેણે 42 બોલમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે 89 રન બનાવ્યા. ઈશાન કિશને 18 બોલમાં 39 રન બનાવ્યા. શિવમ દુબેએ 43 રન બનાવ્યા. તિલક વર્માએ 7 બોલમાં 21 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 27 રન બનાવ્યા.