T20 WC Breaking : ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર ફેંકાયું, ઝિમ્બાબ્વે પહેલીવાર સુપર 8 માં પહોંચ્યું

આયર્લેન્ડ સામેની મેચ અને ઝિમ્બાબ્વે વરસાદના કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામેની મેચ હારવાનું પરિણામ ભોગવવું પડ્યું. ઓસ્ટ્રેલિયા ICC ટૂર્નામેન્ટમાંથી આ રીતે પહેલીવાર શરમજનક રીતે બહાર ફેકાયું.

T20 WC Breaking : ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર ફેંકાયું, ઝિમ્બાબ્વે પહેલીવાર સુપર 8 માં પહોંચ્યું
| Updated on: Feb 17, 2026 | 6:06 PM

ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા સુપર 8 રાઉન્ડમાં સ્થાન મેળવી શક્યું નથી. નસીબ પણ નબળી ઓસ્ટ્રેલિયન ટીમનો સાથ નહોતો આપતું. વરસાદને કારણે આયર્લેન્ડ-ઝિમ્બાબ્વે મેચ રદ થતાં ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું. ઝિમ્બાબ્વેના હવે ત્રણ મેચમાંથી પાંચ પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા તેની આગામી મેચ જીતી જાય તો પણ તેના ફક્ત ચાર પોઈન્ટ રહેશે.

ઓસ્ટ્રેલિયાનું સપનું ચકનાચૂર

ઓસ્ટ્રેલિયાનું પહેલા રાઉન્ડમાંથી બહાર થવું આશ્ચર્યજનક છે, કારણ કે ટીમમાં કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલરો પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર રહ્યા હતા, છતાં ઓસ્ટ્રેલિયા પાસે હજુ પણ મજબૂત બોલિંગ લાઇનઅપ હતું, જે ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું.

ઝિમ્બાબ્વે-શ્રીલંકા સામે હાર ભારે પડી

ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ પછી ઝિમ્બાબ્વે સામે 23 રનથી અને પછી શ્રીલંકા સામે 8 વિકેટથી હારી ગયું હતું. ઝિમ્બાબ્વે માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે તે પહેલી વાર T20 વર્લ્ડ કપના સુપર 8 તબક્કામાં પહોંચ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે ઝિમ્બાબ્વે ટોચની 8 ટીમો વચ્ચે ટુર્નામેન્ટ પૂર્ણ કરશે. ઝિમ્બાબ્વે હવે 26 ફેબ્રુઆરીએ સુપર 8 તબક્કામાં ટીમ ઇન્ડિયાનો સામનો કરશે.

ઓસ્ટ્રેલિયાએ 17 વર્ષ પછી આવો દિવસ જોયો

ઓસ્ટ્રેલિયા 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2009 માં ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયું હતું. ટીમે છેલ્લા ત્રણ આવૃત્તિઓમાં T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું નથી. 2022 માં ઓસ્ટ્રેલિયા સુપર 12 માંથી બહાર થઈ ગયું હતું. 2024 માં તેઓ સુપર 8 માં બહાર થયા હતા અને 2026 માં તેમની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ 2021 માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, અને ત્યારથી T20 વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે.

Breaking News: કપિલ દેવ-સુનીલ ગાવસ્કર સહિત 14 પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની મદદ માટે આગળ આવ્યા, પાકિસ્તાન સરકાર પાસે કરી 3 માંગણીઓ

Published On - 5:45 pm, Tue, 17 February 26