T20 World Cupની શરૂઆત પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

|

Sep 08, 2022 | 4:35 PM

T20 વર્લ્ડ કપ 2022નો પ્રથમ રાઉન્ડ 22 ઓક્ટોબરથી રમાશે, પરંતુ તે પહેલા વોર્મ-અપ મેચો પણ રમાશે, જેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

T20 World Cupની શરૂઆત પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે
T20 World Cupની શરૂઆત પહેલા ભારત ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે
Image Credit source: Twitter

Follow us on

ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup)નો પ્રથમ રાઉન્ડ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે, પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે પણ થશે. ICCએ 10 ઓક્ટોબરથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2022 માટે વોર્મ-અપ મેચોની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા બે વોર્મ-અપ મેચ રમશે. ભારતીય ટીમ 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જ્યારે 19 ઓક્ટોબરે તેની ટક્કર ન્યૂઝીલેન્ડ સાથે થશે. આ બંને મેચ ગાબા ખાતે રમાશે.

T20 વર્લ્ડ કપ 2022 વોર્મ-અપ શેડ્યૂલ

10 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ Vs UAE, સ્કોટલેન્ડ Vs નેધરલેન્ડ, શ્રીલંકા Vs ઝિમ્બાબ્વે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

11 ઓક્ટોબર: નામિબિયા Vs આયર્લેન્ડ

12 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ Vs  નેધરલેન્ડ

13 ઓક્ટોબર: ઝિમ્બાબ્વે Vs નામિબિયા, શ્રીલંકા Vs આયર્લેન્ડ, સ્કોટલેન્ડ Vs યુએઈ

17 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા Vs ભારત, ન્યૂઝીલેન્ડ Vs દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન, અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ

19 ઓક્ટોબર: અફઘાનિસ્તાન Vs પાકિસ્તાન, બાંગ્લાદેશ Vs દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ Vs ભારત

ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા સાથે સીરિઝ પણ રમશે ભારતીય ટીમ

 

તમને જણાવી દઈએ કે હાલમાં એશિયા કપમાં ભારતીય ટીમ રમી રહી છે. જ્યાં તે સુપર-4ની 2 મેચ હારી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ હજુ ટીમને એક મેચ રમવાની બાકી છે જે આજે અફઘાનિસ્તાન સામે છે. ત્યારબાદ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સાથે પણ ટક્કર થશે. ટી 20 વર્લ્ડકપ શરુ થતા પહેલા ટીમ ઈન્ડિયાને હજુ 7 ટી20 ઈન્ટરનેશલ મેચ રમવાની છે. જેમાં પ્રથમ ટક્કર અફધાનિસ્તાન સામે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી 20 સીરિઝ રમશે. આ સિરીઝની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. સાઉથ આફ્રિકાની ટીમ સાથે ત્રણ મેચની ટી 20 સીરિઝ રમશે. આ ટક્કર 28 સપ્ટેમ્બરથી શરુ થશે.

ભારત પાસે પોતાની ભૂલો સુધારવાની તક

સ્પષ્ટ વાત એ છે કે ભારત પાસે હજુ પણ પોતાની ભૂલો સુધારવાની તક છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ જે પ્રકારની ભૂલો કરી હતી. મહત્વની મેચોમાં જે પ્રકારની પ્લેઈંગ ઈલેવન પસંદ કરવામાં આવી છે, ટીમ મેનેજમેન્ટ આ તમામ મુદ્દાઓ પર કામ કરી શકે છે.

Next Article