WWE wrestlersને કેટલી મળે છે સેલરી ? કોણ કમાય છે સૌથી વધારે પૈસા ?
WWE ની સ્થાપના 21 ફેબ્રુઆરી, 1980 ના રોજ ટાઇટન સ્પોર્ટ્સ કોર્પોરેશન તરીકે કરવામાં આવી હતી, જેને 1988 માં વર્લ્ડ રેસલિંગ ફેડરેશન (WWF) માં બદલવામાં આવી હતી. વિવાદ પછી, વર્ષ 1998માં તેનું નામ બદલીને વર્લ્ડ રેસલિંગ ફેડરેશન એન્ટરટેઈનમેન્ટ કરવામાં આવ્યું અને પછી ફરીથી 2002માં તેનું નામ બદલીને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) કરવામાં આવ્યું.
દુનિયામાં વર્ષોથી WWE લોકપ્રિય રહ્યું છે. આજે પણ WWEના રેસલર્સ લોકોનું મનોરંજન કરી રહ્યા છે. રેસલિંગ રિંગમાં રેસલર્સને કેટલીકવાર ઢોરમાર પડે છે તો કેટલીકવાર તે સામેના રેસલર્સને ધોઈ નાંખે છે. તમને એ સવાલ તો થતો જ હશે કે WWEના ટોચના રેસલર્સને કેટલી સેલરી મળતી હશે. ચાલો જાણીએ આ અહેવાલમાં.
WWEએ દુનિયાની સૌથી મોટી રેસલિંગ કંપની છે. કંપની દરેક રેસલર્સ સાથે ડાઉનસાઈડ ગેરેંટી, બેઝ વેતન, બોનસ અને તેમના ફોટોના વેચાણની ટકાવારી ચૂકવે છે. જેને કારણે WWEના રેસલર્સ મોટી કમાણી કરે છે.
આ પણ વાંચો : માત્ર બે મેચમાં રોહિત શર્માએ સૌરવ ગાંગુલી પાસેથી કપ્તાનીમાં ‘માસ્ટરસ્ટ્રોક’ શીખ્યો
WWE રેસલર્સની સેલરી
- બ્રોક લેસ્નર: 12 મિલિયન (99,81,66,600 રુપિયા)
- રોમન રેઇન્સ: 5 મિલિયન
- રેન્ડી ઓર્ટન: 4.5 મિલિયન
- ટ્રિપલ એચ: 3.6 મિલિયન
- એજે સ્ટાઇલ: 3.5 મિલિયન
- ગોલ્ડબર્ગ: 1.6 મિલિયન
- બેકી લિંચ: 3 મિલિયન
- અંડરટેકર: 2.5 મિલિયન
- મિઝ: 2.5 મિલિયન
- સ્ટેફની મેકમોહન: 2.5 મિલિયન
- કેવિન ઓવેન્સ: 2 મિલિયન
- ડોલ્ફ ઝિગલર: 1.5 મિલિયન
- શેમસ: 1 મિલિયન
- શેન મેકમોહન: 1 મિલિયન
- જિન્દર મહેલ: 900,000
- કેન: 900,000
- ચાર્લોટ ફ્લેર: 600,000
- ડ્રૂ મેકઇન્ટાયર: 550,000
- શાશા બેંકો: 550,000
- બિઆન્કા બેલાર : 500,000
- એલેક્સા બ્લિસ: 350,000
- અસુકા: 350,000
- લિવ મોર્ગન: 250,000
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની મદદ માટે ધોની-સચિનને બોલાવો, વર્લ્ડ કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે કેમ આવું કહ્યું ?
WWE રેસલર્સને કેટલો પગાર મળે છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, WWE મુખ્ય રોસ્ટર સુપરસ્ટાર માટે સૌથી વધુ WWE પગાર 12 મિલિયન છે અને તે વર્તમાન WWE યુનિવર્સલ ચેમ્પિયન, બ્રોક લેસ્નરનો છે. લેસ્નરને અનુસરીને, 16-વખતના વર્લ્ડ ચેમ્પિયન જ્હોન સીનાએ WWEમાં પાર્ટ-ટાઇમ હોવા છતાં પણ ઘણો સારો પગાર મેળવે છે. જોન સીના દર વર્ષે $8.5 મિલિયનની કમાણી કરે છે.
WWEનો ઈતિહાસ
WWE ની સ્થાપના 21 ફેબ્રુઆરી, 1980 ના રોજ ટાઇટન સ્પોર્ટ્સ કોર્પોરેશન તરીકે કરવામાં આવી હતી, જેને 1988 માં વર્લ્ડ રેસલિંગ ફેડરેશન (WWF) માં બદલવામાં આવી હતી. વિવાદ પછી, વર્ષ 1998માં તેનું નામ બદલીને વર્લ્ડ રેસલિંગ ફેડરેશન એન્ટરટેઈનમેન્ટ કરવામાં આવ્યું અને પછી ફરીથી 2002માં તેનું નામ બદલીને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) કરવામાં આવ્યું.
WWE એ વિશ્વનું સૌથી મોટું રેસલિંગ પ્રમોશન છે અને સમગ્ર વિશ્વમાં તેના ચાહકો છે. આ રેસલિંગના પ્રમોશનમાં ઘણી રેસલિંગ ઇવેન્ટ યોજાય છે અને લગભગ 180 દેશોમાં 36 મિલિયન દર્શકો ધરાવે છે. કંપનીની હેડ ઓફિસ સ્ટેમફોર્ડ, કનેક્ટિકટમાં આવેલી છે.