ક્રિકેટમાં છગ્ગાની લંબાઈ પળવાર કેવી રીતે માપવામાં આવે છે? જાણો કઈ સિસ્ટમનો કરાય છે ઉપયોગ

|

Sep 23, 2022 | 10:58 AM

યુવરાજ સિંહ (Yuvraj Singh) અને એમએસ ધોની (MS Dhoni) સૌથી લાંબા છગ્ગા ફટકારવાની યાદીમાં સામેલ છે. એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારનાર યુવરાજ સિંહ 119 મીટર લાંબો છગ્ગો જમાવી ચુક્યો છે.

ક્રિકેટમાં છગ્ગાની લંબાઈ પળવાર કેવી રીતે માપવામાં આવે છે? જાણો કઈ સિસ્ટમનો કરાય છે ઉપયોગ
બેટ્સમેને ફટકારેલા છગ્ગાની લંબાઈ આમ માપવામાં આવે છે

Follow us on

ક્રિકેટ માં ચોગ્ગા અને છગ્ગાનો અલગ જ રોમાંચ છે. તેને જોવા અને તેને માણવા એ ક્રિકેટના ચાહકો માટે અલગ જ અહેસાસ આપતી હોય છે. એ પળને માણવાની ખુશીનો અહેસાસ પણ મેચ દરમિયાન અલગ હોય છે. એમાય જો છગ્ગો વિશાળ એટલે કે લાંબો હોય તો ચાહકો આશ્ચર્ય અનુભવતા હોય છે. વર્તમાન ક્રિકેટમાં છગ્ગાને હવે મીટરમાં માપવામાં આવતા હોય છે, બેટ્સમેનના બેટમાંથી નિકળેલી સિક્સરને તુરત જ સ્ટેડિયમમાં લાગેલી સ્ક્રિન અને ટીવી પર તુરત જ તેનુ માપ દર્શાવવામાં આવતુ હોય છે. પળવારમાં જ સિક્સરનુ માપ (Measure of Six) બતાવવાને લઈ ચાહકોને અનેકવાર સવાલ એ પણ થતો હોય છે કે, પળવારમાં કેવી રીતે છગ્ગો માપી લેવાતો હશે? આ માટે એક હોકાઈ સિસ્ટમ (Hokai System) ઉપલબ્ધ હોય છે, જે સિક્સરનુ માપ તુરત જ માપી લેતુ હોય છે.

ક્રિકેટમાં દરેક બાબતના રેકોર્ડ નોંધાતા હોય છે. જેમ કે બેટીંગ, બોલીંગ, ફિલ્ડીંગ, વ્યક્તિગત સિદ્ધી, ઉપરાંત ચોગ્ગા અને છગ્ગા. છગ્ગામાં પણ વળી તેની સંખ્યા જ નહીં પરંતુ લાંબા-વિશાળ છગ્ગાનો પણ અલગથી રેકોર્ડ નોંઘાતો હોય છે. કયા બેટ્સમેને ક્યારે કેટલો વિશાળ લાંબા અંતરનો છગ્ગો લગાવ્યો હતો. માપ નિકાળવાની સિસ્ટમ અંગે જાણવા પહેલા એવા છગ્ગા ફટકારનારાઓના રેકોર્ડ પર પણ નજર ફેરવી લઈએ કે કોણે કેટલો લાંબો છગ્ગો ફટકાર્યો હતો.

આ બેટ્સમેનોના નામે છે લાંબા છગ્ગા

બ્રેટ લી ઓફિશયલ લાંબા છગ્ગા માટે 130 મીટરનો રેકોર્ડ ધરાવે છે. ત્યાર બાદ માર્ટીન ગુપ્ટીલ 127 મીટર લાંબો છગ્ગો ફટકારી ચુક્યો છે. લિયામ લિવિંગસ્ટોનના નામે 122 મીટર, ગેરી કસ્ટર્નના નામે 122 મીટર, માર્ક વો 120 મીટર અને યુવરાજ સિંહ 119 મીટર લાંબા છગ્ગા ફટકારી ચુક્યા છે. આ પછી એમએસ ધોનીનુ સ્થાન આ યીદીમાં સામેલ છે. શાહિદ આફ્રિદીએ 153 મીટર લાંબો છગ્ગો દક્ષિણ આફ્રિકા સામે ફટકાર્યો હતો, પરંતુ તે દાવો અનઓફિશીયલ માનવામા આવે છે. કારણ કે તેના માપને લઈ વિવાદ સર્જાયો હતો. જે છગ્ગામાં બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ રીતે માપવામાં આવે છે છગ્ગાની લંબાઈ

છગ્ગાની લંબાઈ હોકાઈ સિસ્ટમ વડે માપવામાં આવે છે. આ સિસ્ટમ લંબાઈ અને ગતિને માપી તેની ગણના વડે છગ્ગાની લંબાઈ જણાવે છે. જ્યારે બોલને બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવે છે, ત્યારે તેની તીવ્રતા અને બોલની ગતિને માપવામાં આવે છે. આ દરમિયાન સ્ટેડિયમમાં લાગેલા હાઈ ક્વોલિટી કેમેરા દ્વારા બોલની એક 3ડી ઈમેજ તૈયાર થાય છે. બેટ્સમેને હિટ કરવા થી જે તિવ્રતાથી બોલ તેની યાત્રા શરુ કરી નિચે પડવા સુધીના પાથની 3ડી ઈમેજ હોય છે. આ ઇમેજ અને બોલની ગતિ સહિતનો ડેટા એકત્ર કરીને હોકાઈ સિસ્ટમ પળવારમાં જ ગણતરી કરીને સિક્સર કેટલી લાંબી હતી તેનુ માપ નિકાળીને આપે છે.

જોકે આ સિસ્ટમને લઈ અનેકવાર સવાલો પણ પેદા થયા છે. વિવાદો પણ સર્જાયા છે. જોકે તેને સચોટ અને વિશ્વાસપાત્ર બનાવી રાખવા માટે રેડિયો સ્પિડ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આમ છતાં પણ ક્યારેક ક્યારેક સવાલો થતા રહેતા હોય છે.

Published On - 9:35 am, Fri, 23 September 22

Next Article