
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસથી ચાલી રહેલા સંઘર્ષનો યુદ્ધવિરામ સાથે અંત આવતા IPL 2025 ફરી શરૂ થવાના ચાંસ વધી ગયા હતા, જો કે પાકિસ્તાને 4 કલાકમાં યુદ્ધવિરામનો ભંગ કરતા IPL 2025 ફરી શરૂ થવાની આશા પર પાણી ફરી ગયું છે.
યુદ્ધવિરામની જાહેરાતના લગભગ 4 કલાક પછી, પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. થોડા સમય પહેલા, પઠાણકોટની આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. ડ્રોન દેખાતાની સાથે જ પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ ગયું હતું. જોકે અત્યાર સુધી કોઈ વિસ્ફોટનો અવાજ આવ્યો નથી, પરંતુ હવાઈ હુમલાની ચેતવણીના સાયરન સક્રિય થઈ ગયા હતા.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ઓમર અબ્દુલ્લાએ પોસ્ટમાં લખ્યું – ‘શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે.’
This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકોમાં જ પાકિસ્તાને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પઠાણકોટમાં ડ્રોન જોવા મળ્યા બાદ સાયરન વાગવા લાગ્યા હતા. આ સાથે જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. પંજાબના ફિરોઝપુરમાં ફરી એકવાર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને દ્રોણ અને મિસાઈલથી હુમલો કરતા ધર્મશાલામાં 10 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી. જે બાદ બંને ટીમના ખેલાડીઓને સુરક્ષિત ધર્મશાલાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. જે બાદ શનિવાર, 10 મેના રોજ તાત્કાલિક અસરથી યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી.
TATA IPL 2025 suspended for one week.
More details here | #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 9, 2025
યુદ્ધવિરામથી બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હાલ પૂરતો શાંત થયો હોય તેવું લાગી રહ્યું હતું, જેનાથી ક્રિકેટ ચાહકોની IPL ફરી શરૂ થવાની આશાઓ પણ વધી ગઈ છે. પરંતુ પાકિસ્તાને 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કરતા IPL 2025 ફરી શરૂ થવાની આશા પર પાણી ફરી ગયું છે.
આ પણ વાંચો: ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, આખી ટીમ 192 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ ગઈ