ભારત સામેની મેચમાંથી હર્ષલ ગિબ્સ બહાર, પાકિસ્તાનમાં કાશ્મિર લીગ રમવાને લઈ હંગામો મચ્યો હતો

|

Aug 14, 2022 | 9:24 AM

ભારત અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે રમાનારી વિશેષ મેચમાંથી હર્ષેલ ગિબ્સ (Herschelle Gibbs) ને બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને શેન વોટસન (Shane Watson) નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સામેની મેચમાંથી હર્ષલ ગિબ્સ બહાર, પાકિસ્તાનમાં કાશ્મિર લીગ રમવાને લઈ હંગામો મચ્યો હતો
Herschelle Gibbs ને લઈ BCCI ટ્રોલ થયુ

Follow us on

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર હર્ષલ ગિબ્સ (Herschelle Gibbs) ભારત સામે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022 (Legends League Cricket 2022) ની શરૂઆતની મેચ નહીં રમે. એક રિપોર્ટ અનુસાર, 15 સપ્ટેમ્બરે ભારત અને વિશ્વની બાકીની ટીમ વચ્ચે રમાનારી વિશેષ મેચમાંથી ગિબ્સને હટાવી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ શેન વોટસન (Shane Watson) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતા મહિને ભારતની મહારાજા ટીમ કોલકાતાના ઈડન ગાર્ડનમાં વર્લ્ડ જાયન્ટ્સ સામે મેચ રમશે. આ ટુર્નામેન્ટમાં 10 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. બાકીની 4 ફ્રેન્ચાઇઝીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ સિઝનમાં કુલ 15 મેચ રમાશે. મહારાજા અને વિશ્વ દિગ્ગજો વચ્ચેની પ્રથમ મેચ ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીને સમર્પિત કરવામાં આવશે.

BCCI ને ટ્રોલ કરવામાં આવ્યુ હતુ

ગિબ્સનો પ્રથમ વખત વર્લ્ડ સ્ક્વોડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનાથી ભારતીય ચાહકો ખુશ ન હતા, કારણ કે ગિબ્સ પાકિસ્તાનની કાશ્મીર પ્રીમિયર લીગમાં પણ જોવા મળ્યો હતો. ગિબ્સના નામ પર ઘણો હોબાળો થયો હતો. ભારતીય ટીમની કેપ્ટનશીપ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કરશે, જ્યારે વિશ્વ ટીમનું નેતૃત્વ ઈયોન મોર્ગન કરશે. ગિબ્સને ભારતમાં રમવાની તક આપવા બદલ ગાંગુલીને પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

 

 

ગિબ્સે BCCI પર આરોપ લગાવ્યો હતો

ગિબ્સે બીસીસીઆઈ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેને પાકિસ્તાનમાં કાશ્મીર પ્રીમિયર રમવા માટે રોક્યો હતો. તેણે બીસીસીઆઈ પર રાજકારણ અને ક્રિકેટને મિશ્રિત કરવાનો અને તેને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

 

 

 

જ્યારે ગિબ્સનો લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતીય ચાહકો BCCI પર એક ખેલાડીને ભારતમાં રમવાની મંજૂરી આપવા બદલ ગુસ્સે થયા હતા, જેમણે ગયા વર્ષે જ સોશિયલ મીડિયા પર તેમને શરમજનક બનાવી હતી. ભારતીય ચાહકોએ બોર્ડ પર ગુસ્સો ઠાલવ્યો હતો અને એવો સવાલ પણ કર્યો હતો કે તેમને ક્રિકેટ સંબંધિત કામ માટે ભારતમાં પ્રવેશ ન આપવાની ધમકીનું શું થયું?

 

Published On - 9:18 am, Sun, 14 August 22

Next Article