ઝુલનની વિદાય પર હરમનપ્રીતના આંસુ છલકાયા, ભારતીય કેપ્ટનનો આ Video તમને રડાવી દેશે

|

Sep 24, 2022 | 8:18 PM

વિશ્વ ક્રિકેટની દિગ્ગજ ખેલાડીઓમાંની એક ઝુલન ગોસ્વામી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાનારી ત્રીજી ODI સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દેશે.

ઝુલનની વિદાય પર હરમનપ્રીતના આંસુ છલકાયા, ભારતીય કેપ્ટનનો આ Video તમને રડાવી દેશે
Harmanpreet Kaur got emotional before Jhulan Goswami last career match

Follow us on

23 અને 24 સપ્ટેમ્બર ખેલપ્રેમીઓ માટે લાગણીઓથી ભરેલો દિવસ રહ્યો છે. ખાસ કરીને ભારતીય ચાહકોની વાત કરવામાં આવે તો તેમને સતત બે દિવસ સુધી બે મહાન ખેલાડીઓની નિવૃત્તિના દુઃખનો સામનો કરવો પડ્યો છે. 23 સપ્ટેમ્બરના રોજ, મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે લેવર કપ સાથે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. ચાહકો હજી પણ તેના જવાના શોકમાંથી બહાર નથી આવ્યા અને થોડા કલાકોમાં જ એક મહાન મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) પણ છેલ્લી વાર ક્રિકેટના મેદાનમાં પર ઉતરી હતી. સ્ટાર ભારતીય ફાસ્ટ બોલરની છેલ્લી મેચે બધાને ભાવુક બનાવી દીધા હતા અને ખુદ કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પોતાના આંસુ રોકી શકી નહોતી.

મહિલા ક્રિકેટના સૌથી મોટા ચહેરાઓમાંથી એક, ભારતની પોતાની ઓળખ અને ગૌરવ, ઝુલન ગોસ્વામીએ શનિવારે 24 સપ્ટેમ્બરના રોજ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર છેલ્લી વખત ટીમ ઈન્ડિયાની વાદળી જર્સી પહેરી હતી. ઝુલનની આ છેલ્લી મેચ હશે, તેની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી, તેમ છતાં જ્યારે આ મેચનો સમય નજીક આવ્યો ત્યારે તે ભારતીય ચાહકો માટે આંચકા જેવું હતું અને ભાવનાઓને કાબૂમાં રાખવું સરળ નહોતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

‘ઝુલુ દી’ માટે રડી પડી હરમનપ્રીત

ખાસ કરીને ટીમ ઈન્ડિયામાં ઝુલનના સાથી ખેલાડીઓ માટે આ સૌથી મુશ્કેલ ક્ષણોમાંથી એક હતી. મેચની શરૂઆત પહેલા જ જ્યારે ભારતીય ટીમ હડલમાં ઊભી હતી અને ઝુલનનું અભિવાદન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર માટે પોતાના આંસુ રોકી રાખવાનું, વિરોધી બોલરોનું સામનો કરવાથી પણ વધુ મુશ્કેલ સાબિત થયું હતું.

હરમનપ્રીતની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની ફેવરિટ ‘ઝુલુ દી’ એ હરમનને ગળે લગાવી શાંત કરી હતી.

 

ટોસમાં ઝુલનને વિશેષ સન્માન આપવામાં આવ્યું

આટલું જ નહીં, હરમનપ્રીત ઝુલનને સન્માન આપવા માટે ટોસ માટે પોતાની સાથે લઈ ગઈ હતી.અહીં ભારતીય કેપ્ટને છેલ્લી વખત ટોસ માટે હેડ કે ટેલ્સ બોલવાની જવાબદારી ઝુલનને સોંપી, જેણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. હરમનપ્રીતના આ પગલાએ ભારતીય ચાહકોનું દિલ જીતી લીધું. હવે બધાને એક જ આશા હશે કે ઝુલન તેની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને જીતાડશે અને વિદાય લેશે.

Published On - 8:16 pm, Sat, 24 September 22

Next Article