Hardik Pandya, IPL 2023 Final: હાર્દિક પંડ્યાએ જે કરી હતી પ્રાર્થના એ કામ થઈ ગયુ, હવે સપનુ પુરુ કરવા લગાવશે જોર !
GT vs CSK, IPL 2023 Final: આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલનો જંગ થનારો છે. હાર્દિક પંડ્યા સિઝનમાં પૂરા જોશ સાથે દેખાતો હતો અને હવે એ મુકામ પર પહોંચ્યો છે, જ્યાં તે ફરીથી સપનુ પુરુ કરી શકે છે.
સિઝનની શરુઆતથી જ હાર્દિક પંડ્યા જાણે એક પ્રાર્થના કરી રહ્યો હતો, બીજા શબ્દોમાં કહો તો સિઝનમાં પોતાનો ઈરાદો રાખી રહ્યો હતો. જે પ્રાર્થના ગણો કે ઈરાદો તે પુર્ણ થઈ ચુક્યુ છે. હાર્દિક પંડ્યાએ સતત બીજી સિઝનમાં IPL 2023 Final માં પહોંચવુ હતુ. લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઈટન્સ ટીમ સૌથી પહેલા પ્લેઓફમાં પહોંચી હતી. જ્યાં ક્વોલિફાયાર-1 માં ચેન્નાઈ સામે હાર્યા બાદ ક્વોલિફાયર-2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઈનલમાં ટીમને હાર્દિક પંડ્યા પહોંચાડી હતી. હવે તે ટ્રોફીથી માત્ર એક જ ડગલુ દૂર છે.
હાર્દિક પંડ્યાએ સિઝનની શરુઆતથી જ જે ઈચ્છ્યુ હતુ એ મળી ગયુ હતુ. સડસડાટ તેની ટીમને તે પ્લેઓફમાં પહોંચાડી શક્યો હતો અને ત્યાર બાદ ટીમને ફાઈનલમાં પણ પહોંચાડી શક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેના મોટા પડકારને ગત શુક્રવારે પાર પાડીને ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. હાર્દિક માટે આ મોટી ઉપલબ્ધી છે કે, સતત બીજી વાર ટીમને ફાઈનલ સુધી લઈ આવ્યો છે. ટીમ માટે માત્ર બીજી સિઝન છે અને બંને સિઝનમાં ટીમ ફાઈનલમાં રમી રહી છે, એ ખૂબ મોટી વાત છે.
IPL Final માટે ઉત્સાહીત
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 મેચમાં હાર બાદ પણ હાર્દિક પંડ્યાએ પોતાની ઈચ્છાઓને બતાવી હતી. હાર્દિક ચેન્નાઈ સામે હાર્યા બાદ કહી રહ્યો હતો કે, ચેન્નાઈ સામે ફાઈનલમાં ફરી મળીશું. હાર્દિક ફાઈનલમાં ધોની સાથે ટક્કર રવિવારે થઈ રહી છે. આ તેની ઈચ્છા હતી અને તે પૂરી થઈ રહી છે. હાર્દિક સેનાએ શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યુ હતુ અને આ સાથે જ ફાઈનલની ટિકિટ મેળવી હતી. ફાઈનલની ટિકિટ મેળવતા જ હાર્દિક પંડ્યા સવાલના જવાબમાં કહી રહ્યો હતો કે તે ખૂબ જ ઉત્સાહીત છે.
સતત બીજી સિઝનમાં ફાઈનલ મેચ રમનારી ગુજરાત ટાઈટન્સ આઈપીએલ ઇતિહાસમાં ત્રીજી ટીમ છે. અત્યાર સુધીમાં અગાઉ આ કામ માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ કરી શક્યા હતા. હવે આ યાદીમાં ગુજરાત ટાઈટન્સનુ નામ પણ જોડાઈ ચૂક્યુ છે. આજે હાર્દિક પંડ્યા સામે સતત બીજી વાર આઈપીએલ ચેમ્પિયન બનવાની તક હશે.
View this post on Instagram
ફાઈનલમાં સૌથી મોટો પડકાર ધોનીનુ મગજ છે. ધોની અનુભવમાં હાર્દિક પંડ્યા કરતા અનેકગણો આગળ છે. ધોની જીત અનુભવ અપાવી શકે છે અને હાર લક એ વાત નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે જોશમાં ધોની હોશ ગુમાવતો નથી અને આ વાત સૌથી વધારે જરુરી છે. જોકે હાર્દિક પણ હવે ચપળ કેપ્ટન તરીકે ગણાઈ રહ્યો છે, તો તેની ટીમમાં પણ ગજબનો જૂસ્સો છે, જે ધોનીને તેના અનુભવ સામે મોટા પડકાર બની શકે છે.