પસંદગી સમિતિ બદલાઈ, હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાશે, રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યા તૈયાર

ભારતીય ક્રિકેટમાં સૌથી મોટો બદલાવ આવવાનો છે. હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ઘરેલુ શ્રેણીમાં રોહિત શર્માનું સ્થાન લેવા માટે તૈયાર છે.

પસંદગી સમિતિ બદલાઈ, હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાશે, રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યા તૈયાર
Hardik Pandya લઈ શકે છે રોહિત શર્માનુ સ્થાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 9:44 AM

T20 વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ BCCI એ સમગ્ર પસંદગી સમિતિમાં ફેરફાર કરી દીધો છે. નવી સમિતિની રચનાની જાહેરાત કરવાની સાથે જ બોર્ડે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી સમિતિને પણ વિખેરી દીધી છે. આ ફેરફારની સાથે ભારતીય ક્રિકેટમાં પણ મોટા ફેરફારોની અટકળો લગાવવામાં આવી રહી છે અને કદાચ આ મોટા ફેરફારો જાન્યુઆરીથી જ જોવા મળશે. ચેતન શર્માની કમિટીમાં સુનીલ જોશી, હરવિન્દર સિંહ, દેબાશિષ મોહંતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે બધા તેમનો 4 વર્ષનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નથી.

એવા પણ સમાચાર છે કે સમિતિને વિખેરી દેવા અંગે કોઈને જાણ પણ કરવામાં આવી ન હતી. ભારતીય ક્રિકેટમાં પસંદગી સમિતિને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બીજા ફેરફારની શક્યતા પણ વધી ગઈ છે. જો બીજો કોઈ ફેરફાર થશે તો તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કાયમ માટે નોંધાઈ જશે.

ODI અને T20 ના અલગ અલગ કેપ્ટન

BCCI ODI અને T20 ક્રિકેટ માટે 2 અલગ-અલગ કેપ્ટનો પર વિચાર કરી રહ્યું છે, જ્યારે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટ અથવા લાલ અને સફેદ બોલ માટે એક-એક કેપ્ટન છે, પરંતુ હવે બોર્ડ સફેદ બોલના 2 કેપ્ટન પસંદ કરવા માંગે છે. મીડિયા અહેવાલ મુજબ, આ યોજના બનાવવામાં આવી છે અને તેને જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની હોમ સીરિઝથી લાગુ કરવાની યોજના છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

પંડ્યા ટી-20નો નવો કેપ્ટન હશે

સમાચાર અનુસાર, ભારત બે અલગ-અલગ કેપ્ટનો સાથે શ્રીલંકા સામે 3 વનડે અને 3 ટી-20 મેચોની શ્રેણી રમશે. રોહિત શર્મા વન ડે ટીમની કેપ્ટનશીપ જાળવી રાખશે, જ્યારે હાર્દિક પંડ્યા ટી-20 ટીમની કમાન સંભાળશે. હાલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ પર છે, જ્યાં પંડ્યા ટી20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને શિખર ધવન વનડેની આગેવાની કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ પર પરત ફરશે.

રોહિત, કોહલી, અશ્વિન વિદાય લઈ શકે છે

પસંદગી સમિતિમાં ફેરફારની સાથે જ ઘણા સિનિયર ખેલાડીઓને પણ ટી20 ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. વાસ્તવમાં ભારતનું લક્ષ્ય હવે 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપ છે. આવી સ્થિતિમાં લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને સમગ્ર ટીમ બોર્ડ બદલવાનું વિચારી રહી છે. એટલે કે રોહિત શર્મા, વિરાટ કોહલી, આર અશ્વિન, દિનેશ કાર્તિક જેવા મોટા નામોના T20 ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">