Sourav Ganguly 50th Birthday : આજ સુધી ગાંગુલીના 25 વર્ષ જૂના 2 રેકોર્ડ તૂટ્યા નથી, જાણો ગાંગુલી વિશે 9 ખાસ વાતો
સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 1996માં લોર્ડસ ટેસ્ટ (Lord's Test)માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 132 રનની ઈનિગ્સ રમી ટેસ્ટ કરિયરની શરુઆત કરી હતી

Sourav Ganguly 50th Birthday: 7 જુલાઈના રોજ ભારતીય ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ હતો. આજે એટલે કે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો જન્મદિવસ 8મી જુલાઈએ છે અને ધોનીની જેમ જ ગાંગુલીના લાખો ચાહકો તેમનો જન્મદિવસ ઉજવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket) માં પોતાના બેટથી રન અને રેકોર્ડનો વરસાદ કરનાર ગાંગુલી (Sourav Ganguly) માટે આ વખતેનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે આ વખતે તેણે જીવનના પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે.
50 વર્ષનો થઈ ચૂક્યો છે સૌરવ ગાંગુલીએ અંદાજે 13 વર્ષ સતત ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યોગદાન આપ્યું છે, પોતાના લાંબા અને સફળ કરિયરમાં ગાંગુલીએ ભારત માટે ખુબ ઈંનિગ્સ રમી છે અને માત્ર રન જ નહિ ક્યારેકતો બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું છે ટીમ માટે સફળતા અપાવી છે. ગાંગુલીનું કરિયર કેવું રહ્યું તે તમામ લોકો જાણે છે, તેના કરિયરમાં કેટલાક રેકોર્ડ ઉપલ્બધિ મેળવી છે, આવા બે રેકોર્ડ છે, જે 25 વર્ષ જૂના છે, જે આજ સુધી તૂટ્યા નથી.
ગાંગુલીના કરિયરની ખાસ વાતો
- સૌરવ ગાંગુલીએ લોર્ડસ ટેસ્ટમાં સદીની સાથે કરિયર શરુ કર્યું હતુ,તેમજ તેણે સતત 2 ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી આવું કરનાર મોહમ્મદ અઝરીદ્દીન પછી બીજો ભારતીય છે, ત્યારબાદ રોહિત શર્માનું નામ પણ જોડાયેલું છે
- ગાંગુલીએ તેના કરિયરમાં કુલ 113 ટેસ્ટમેચ રમી હતી. જેમાં 42ની એવરેજથી 7212 રન બનાવ્યા છે,જેમાં ભારતીય બેટ્સમેન રહ્યો છે, જેનું ટેસ્ટ બેટિંગમાં કરિયર પુરુ થયા સુધી 40થી નીચે ગયા ન હતી
- પૂર્વ ભારતી કેપ્ટને પાકિસ્તાન વિરુદ્ધ બેંગ્લુરુમાં 239ની ઈનિંગ્સ રમી હતી.જે તેની એકમાત્ર બેવડી સદી છે. ભારત માટે ડાબા હાથના બેટ્સમેનનો આ સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર છે.
- ગાંગુલીએ ટેસ્ટ કરિયરમાં કુલ 16 સદી ફટકારી અને તેની ખાસિયતએ પણ છે કે, ભારતીય ટીમને આ ટેસ્ટમાં ક્યારે પણ હાર મળી નથી
- ગાંગુલીએ વન-ડે ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી હતી અને તે એક સમયે સચિન તેંડુલકરની બરાબરી પર છે, તેના નામે ખાસ ઉપલબ્ધિ છે જેમાં 1999 વર્લ્ડકપમાં183 રનનો સ્કોર પણ છે, જે વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી મોટી ઇનિંગ છે.
- સૌરવ ગાંગુલીએ એક વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકાવનાર કેપ્ટન છે, ગાંગુલીએ 2003 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 3 સદી ફટકારી હતી.
- આટલું જ નહિ 25 વર્ષ પહેલા ગાંગુલીએ ટોરેન્ટોમાં પાકિસ્તાન વિરુદ્ધ 2 એવા રેકોર્ડ બનાવ્યા હતા. જે આજ સુધી તૂટ્યા નથી, ગાંગુલીએ વર્લ્ડકપમાં એક માત્ર એવો ખેલાડી હતો જેને સતત 4 વનડે મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.ગાંગુલીએ 1997માં ટોરેન્ટોમાં પાકિસ્તાન વિરુદ્ધ સહારા કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતુ
- બીજો રેકોર્ડ ગાંગુલીના નામે એ છે કે, પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર બોલિગનો રેકોર્ડ છે, ગાંગુલીએ 1997માં ટોરેન્ટોમાં 10 ઓવરમાં માત્ર 16 રન આપી 5 વિકેટ લીધી હતી.
- દુર્ગા પૂજા એ ભારતમાં સૌથી વધુ ઉજવાતા તહેવારોમાંનો એક છે અને દરેક બંગાળી માટે તે કદાચ વર્ષની સૌથી મોટી ઘટના છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ખાસ વાત છે. ગાંગુલી તે સમયે ભારતના કેપ્ટન હતા ત્યારે તેમના રમતના દિવસોમાં કોલકાતામાં ભીડથી બચવા માટે ‘સરદારજી’ જેવો પોશાક પહેરવો પડ્યો હતો.