GT vs RCB Playing XI IPL 2022: હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી, ટીમમાં આ દિગ્ગજ ખેલાડી પરત ફર્યો જુઓ પ્લેયીંગ 11

|

May 20, 2022 | 8:56 AM

GT vs RCB Toss and Playing XI News: ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ IPL 2022 પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યુ છે પરંતુ RCB હજુ પણ પ્લેઓફની રેસમાં છે અને તેને કોઈ પણ ભોગે ગુજરાત સામે કોઈપણ ભોગે જીત મેળવવી જોઈએ.

GT vs RCB Playing XI IPL 2022: હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી, ટીમમાં આ દિગ્ગજ ખેલાડી પરત ફર્યો જુઓ પ્લેયીંગ 11
GT vs RCB: વાનખેડેમાં થઇ રહી છે ટક્કર

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝનમાં પોતાની પ્લેઓફની તકો જાળવી રાખવા માટે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે મેદાનમાં ઉતરી રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. અલ્ઝારી જોસેફની જગ્યાએ લોકી ફર્ગ્યુસન લઇ આવ્યા છે. બેંગ્લોરે પણ પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. મોહમ્મદ સિરાજને બહાર જવું પડ્યું છે અને તેની જગ્યાએ સિદ્ધાર્થ કૌલ આવ્યો છે.

બેંગ્લોર માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ મેચમાં જીત તેની પ્લેઓફની જાળવી રાખવા માંગશે. પરંતુ હાર ટીમનું કામ બગાડી નાખશે. બીજી તરફ, ગુજરાત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે પરંતુ તેમ છતાં તેઓ આ મેચમાં પીછેહઠ કરશે નહીં અને જીતવા ઈચ્છશે જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે પ્લેઓફમાં જઈ શકે.

કૌલને મળ્યો પહેલીવાર મોકો

કૌલને આ સિઝનમાં પ્રથમ વખત પ્લેઇંગ-11 માં સ્થાન મળ્યું છે. અત્યાર સુધી બેંગ્લોરે તેને બહાર બેસાડી રાખ્યો હતો. સિરાજના ખરાબ પ્રદર્શન બાદ તેને બહાર કરવામાં આવ્યો છે. સિરાજને આ સિઝનમાં બેંગ્લોરે જાળવી રાખ્યો હતો પરંતુ તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો અને પરિણામ એ આવ્યું કે તેને આ મેચમાં બહાર જવું પડ્યું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સિરાજે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમી છે અને માત્ર આઠ રન બનાવ્યા છે. સિરાજની ઇકોનોમી આ સિઝનમાં 9.82 રહી છે. બીજી તરફ કૌલના આઈપીએલ કરિયર પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી 54 મેચ રમી છે અને 58 વિકેટ પોતાના નામે કરી છે. અગાઉ તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો.

ફર્ગ્યુસન 13 દિવસ પછી પાછો ફર્યો

લોકી ફર્ગ્યુસને આ પહેલા તેની છેલ્લી મેચ 6 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમી હતી. અત્યાર સુધી તેણે આ સિઝનમાં 11 મેચ રમી છે અને 12 વિકેટ તેના નામે કરી છે.

GT vs RCB Playing XI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, સિદ્ધાર્થ કૌલ, જોશ હેઝલવુડ.

ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિકૃષ્ણન સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.

Published On - 7:19 pm, Thu, 19 May 22

Next Article