ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે આ વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ તે હવે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી SA T20નો ભાગ બનશે. તે રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી ટીમ પાર્લ રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. ક્રિકેટની સાથે કાર્તિકે કોમેન્ટેટર તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે. આ બધાની વચ્ચે દિનેશ કાર્તિકે પોતાના એક એવા અનુભવ વિશે જણાવ્યું 2013ની એક ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા.
દિનેશ કાર્તિકે હાલમાં જ ખુલાસો કર્યો છે કે જ્યારે તે 2013માં ટીમ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયો હતો ત્યારે તેને ડરામણી રાતનો સામનો કરવો પડ્યો હતો. કાર્તિકે ખુલાસો કર્યો કે તેણે રાત્રે તેના રૂમમાં થોડી હિલચાલ અનુભવી, પરંતુ તે જાણતો નથી કે તે રાત્રે તેણે બરાબર શું જોયું. તમને જણાવી દઈએ કે, વર્ષ 2013માં દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણી રમાઈ હતી. જ્યાં ભારતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી જીતી લીધી હતી.
હવે કાર્તિક ફરી એકવાર દક્ષિણ આફ્રિકામાં રમવા માટે તૈયાર છે. રોયલ્સે SA20ની ત્રીજી સિઝન માટે કાર્તિકને વિદેશી ખેલાડીઓમાંથી એક તરીકે પસંદ કર્યો છે. આ સાથે તે આ લીગમાં રમનાર પ્રથમ ભારતીય બની જશે. આ લીગમાં ભાગ લેવા અંગે કાર્તિકે કહ્યું, સાઉથ આફ્રિકા સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે અને જ્યારે આ તક આવી ત્યારે હું ના કહી શક્યો નહીં. સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવું અને રોયલ્સ સાથે ટુર્નામેન્ટ જીતવી ખૂબ જ શાનદાર રહેશે. હું પાર્લ રોયલ્સ ટીમ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું. હું ચોક્કસપણે આ ટીમમાં જોડાવા અને સિઝનમાં યોગદાન આપવા માટે આતુર છું.
દિનેશ કાર્તિકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 26 ટેસ્ટ, 94 વનડે અને 60 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય તેણે 167 ફર્સ્ટ ક્લાસ મેચ, 260 લિસ્ટ A અને 401 T20 મેચ રમી છે. કાર્તિકે ટેસ્ટમાં 1025 રન બનાવ્યા હતા. વનડેમાં તેના બેટથી 1752 રન આવ્યા હતા. જ્યારે T20માં તેણે 686 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 28 સદી અને લિસ્ટ Aમાં 12 સદી ફટકારી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર એક જ સદી ફટકારી શક્યો હતો. તે 2007 T20 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતો અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં પસંદ ન થવાનો આ ખેલાડીએ લીધો ‘બદલો’, 10 છગ્ગાના આધારે ફટકારી તોફાની સદી