Breaking News : ગૌતમ ગંભીરને ISISએ જાનથી મારી નાખવાની ધમકી આપી, ટીમ ઈન્ડિયાના કોચે FIR નોંધાવી

ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાના એક દિવસ પછી જ ગંભીરે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે અને આ મામલે સુરક્ષાની માંગણી કરી છે.

Breaking News : ગૌતમ ગંભીરને ISISએ જાનથી મારી નાખવાની ધમકી આપી, ટીમ ઈન્ડિયાના કોચે FIR નોંધાવી
| Updated on: Apr 24, 2025 | 10:03 AM

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેમને આ ધમકી ISIS કાશ્મીર તરફથી મળી છે. ગંભીરે આ મામલે 23 એપ્રિલના રોજ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાથે તેમણે પોતાના પરિવારની સુરક્ષાની પણ માંગ કરી છે.

 

પહેલગામ હુમલા બાદ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી

આઈપીએલ ચાલી રહી હોવાથી ગૌતમ ગંભીર હાલમાં રજા પર છે. હાલમાં તે પોતાના પરિવારની સાથે યુરોપની સાથે ટુર પર ગયો હતો પરંતુ પહેલાગમ હુમલાના એક દિવસ બાદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.

IPLબાદ ઈંગ્લેન્ડનો પ્રવાસ

આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ગૌતમ ગંભીર આ પ્રવાસથી ફરી પોતાની જવાબદારીઓ નિભાવતો જોવા મળશે. આઈપીએલ 2025 શરુ થતાં પહેલા ટીમ ઈન્ડિયાએ ગૌતમ ગંભીરની કોચિંગમાં ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.પરંતુ ટીમ ઈન્ડિયા WTC ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી ન હતી.

ગૌતમ ગંભીરનું મિશન ઈંગ્લેન્ડ

ગૌતમ ગંભીરની કોચિંગમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. આ સીરિઝ જૂનથી ઓગસ્ટ વચ્ચે રમાશે. ગંભીરનો પ્રયત્ન ટીમ ઈન્ડિયાને માત્ર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ માટે તૈયાર કરી તેને જીતાવવા પર જ નહીં, પરંતુ આમ કરતી વખતે, તેણે નવા WTC ટેબલમાં પોતાનું સ્થાન પણ સુધારવું પડશે.

2027 વર્લ્ડ કપ સુધી કરાર

હેડ કોચ ટીમ ટીમ ઈન્ડિયાની સાથે ગૌતમ ગંભીરનો કરાર વનડે વર્લ્ડકપ 2027 સુધી છે. પોતાની કોચિંગમાં ગંભીર એક આઈસીસી ખિતાબ જીતી ચૂક્યો છે. હજુ આગળ પણ જીતવાનો તેની પાસે મોકો છે.

પહેલગામમાં આતંકી હુમલામાં 26 ટૂરિસ્ટના મોત થયા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકિયોએ 22 એપ્રિલના રોજ ટૂરિસ્ટોને નિશાને બનાવ્યા હતા. આ આતંકી હુમલામાં 26 ટૂરિસ્ટના મોત થયા છે. જેમાંથી 3 ગુજરાતી છે. આતંકીઓના આ હુમલામાં કુલ 26 ટુરિસ્ટના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હુમલા પહેલા આતંકી નકલી ડ્રેસ પહેરી ફરી રહ્યા હતા. જેનાથી કોઈ પણ ટુરિસ્ટને આના પણ શંકા ગઈ ન હતી. પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ચારેબાજુથી નિંદા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં

પહેલગામ હુમલા બાદ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી, ગૌતમ ગંભીરના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

 

Published On - 9:44 am, Thu, 24 April 25