Ind Vs SL: રિદ્ધિમાન સાહાનો ખુલાસો, ગાંગુલીએ કહ્યું હતું- ‘જ્યાં સુધી હું BCCIમાં છું, તમે ટીમમાં છો’

રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં 61 રનની અણનમ ઇનિંગ રમ્યા બાદ તેને સૌરવ ગાંગુલી તરફથી એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો.

Ind Vs SL: રિદ્ધિમાન સાહાનો ખુલાસો, ગાંગુલીએ કહ્યું હતું- 'જ્યાં સુધી હું BCCIમાં છું, તમે ટીમમાં છો'
Wriddhiman Saha ટીમ ઇન્ડિયાથી બહાર થયો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 9:42 AM

રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) હવે ભારતની ટેસ્ટ ટીમ (Indian Cricket Team) નો ભાગ નથી. તેને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા માંથી બહાર કરવામાં આવ્યો છે. જેને લઇ ભારતનો આ વિકેટ કીપર બેટ્સમેન ખૂબ ચર્ચામાં છે. તેના તે ઈન્ટરવ્યુ મીડિયામાં ખૂબ છવાયેલુ છે, જેમાં તેણે એક કરતા વધુ મોટા નિવેદન આપ્યા હતા. આ નિવેદનોમાંથી એક તેમના BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) સાથે પણ સંબંધિત છે, જે હવે ખૂબ ચર્ચામાં છે. સાહાનું આ નિવેદન તેને ગાંગુલી તરફથી મળેલા આશ્વાસન સાથે સંબંધિત છે, જે તેણે કાનપુર ટેસ્ટ બાદ કર્યુ હતું.

રિદ્ધિમાન સાહાએ કહ્યું કે ન્યુઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં 61 રનની અણનમ ઇનિંગ રમ્યા બાદ મને સૌરવ ગાંગુલીનો એક વોટ્સએપ મેસેજ મળ્યો, જેમાં લખ્યું હતું કે- ‘જ્યાં સુધી હું BCCIમાં છું ત્યાં સુધી તમે ટીમમાં છો’. તે સંદેશે તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. પણ હવે અચાનક બધું બદલાઈ ગયું.

સાહાએ કાનપુર ટેસ્ટનો તે કિસ્સો સંભળાવ્યો

ગયા વર્ષે નવેમ્બરના અંતમાં રમાયેલી ટેસ્ટ દરમિયાન રિદ્ધિમાન સાહાને ગરદનમાં દુખાવો થયો હતો. તે દર્દમાં તેણે 61 રનની ઈનિંગ રમી હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે તે મેચમાં તેની જગ્યાએ કેએસ ભરતને સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારે સાહાની આ ઈનિંગની ગાંગુલીએ પ્રશંસા કરી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

તેણે કહ્યું કે, “ન્યુઝીલેન્ડ સામે 61 રનની અણનમ ઇનિંગ બાદ દાદા (ગાંગુલી) એ મને વોટ્સએપ પર મેસેજ કરીને અભિનંદન પાઠવ્યા હતા. અને લખ્યું કે જ્યાં સુધી હું BCCIમાં છું, તમે ટીમમાં છો. તેણે કહ્યું કે BCCI પ્રમુખની આટલી મોટી વાત સાંભળીને મારો આત્મવિશ્વાસ વધુ વધી ગયો છે. પણ હવે હું સમજી શકતો નથી કે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું?

શા માટે સાહા ડ્રોપ થયો?

ગાંગુલીના આ મેસેજના અઢી મહિના પછીની તસવીર સાવ અલગ છે. સાહા ટીમની અંદર નથી પરંતુ બહાર છે. તેને શા માટે પડતો મૂકવામાં આવ્યો તે કોઈ નથી કહી રહ્યું. સિલેક્શન કમિટીના ચીફ ચેતન શર્માનું કહેવું છે કે અમે આ વિશે કંઈ કહી શકીએ નહીં. ટીમમાં પસંદ ન થયા બાદ, સાહાએ એ પણ કહ્યું કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટે તેને નિવૃત્તિ પર વિચાર કરવા કહ્યું હતું કારણ કે તેની પસંદગી માટે હવે વિચાર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Hardik Pandya: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં ક્યારે ફરશે? ટીમ સિલેક્ટર ચેતન શર્માએ આપ્યો જવાબ, રણજી ટ્રોફીમાં નહી રમવાને લઇને કહી આ વાત

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">